Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનને ભય : ભારત ફરીથી ટૂંકમાં ભીષણ હુમલાઓ કરી શકે

પાકિસ્તાને વિશ્વાસપાત્ર ઇન્ટેલીજન્સ સુત્રોને ટાંકીને કહ્યું છે કે, ભારત આ મહિનામાં ફરી એકવાર હુમલા કરશે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમુદ કુરેશીના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. બંને પરમાણું સક્ષમ દેશો વચ્ચે હાલમાં વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનોના મોત થયા હતા. ત્યારબાદ ધારણાપ્રમાણે જ ૨૭મી ફેબ્રુઆરીના દિવસે ભારતે પાકિસ્તાનમાં બાલાકોટમાં આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ ઉપર હવાઈ હુમલા કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. આગલા દિવસે પાકિસ્તાને એક ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. તેના પાયલોટને કસ્ટડીમાં લઇ લીધા બાદ ભારતના તીવ્ર દબાણ બાદ તેમને છોડી મુકવાની ફરજ પડી હતી. તેમના વતન મુલ્તાનમાં પત્રકારો સાથે વાતચીત કરતા કુરેશીએ કહ્યું હતું કે, અમારી પાસે એવી ઇન્ટેલીજન્સ માહિતી આવી છે કે, ભારત પાકિસ્તાન પર નવેસરના હુમલાની કરવાની તૈયારીમાં છે. કુરેશીએ કહ્યું હતું કે, અમારી માહિતી મુજબ આ હુમલા ૧૬મી એપ્રિલથી લઇને ૨૦મી એપ્રિલ વચ્ચેના ગાળામાં થઇ શકે છે. પાકિસ્તાન પાસે આ પ્રકારના પુરાવા અને માહિતી ક્યાંથી આવી છે તે અંગે માહિતી આપવાનો કુરેશીએ ઇન્કાર કર્યો છે પરંતુ કુરેશીએ કહ્યું છે કે, આ સંદર્ભમાં સર્વોચ્ચ સ્તરે પણ વાતચીત ઇ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દેશ સાથે આ માહિતી વહેંચવા માટે પણ સહમત થયા છે. ભારતની વિદેશ કચેરીએ આ સંદર્ભમાં હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. પાકિસ્તાની વડાપ્રધાને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે. સાથે સાથે એવા આક્ષેપને રદિયો આપ્યો છે કે, ફેબ્રુઆરી મહિનામાં અથડામણ દરમિયાન પાકિસ્તાનમાં એફ-૧૬ વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. ભારતે પણ પાકિસ્તાનના એક વિમાનને ફુંકી માર્યું હતું. એરફોર્સ દ્વારા પાકિસ્તાની વિમાનના મિસાઇલના ટુકડાઓ પણ દર્શાવ્યા હતા. પાકિસ્તાની એફ-૧૬ વિમાનને ફૂંકી મારવામાં આવ્યા બાદ આને લઇને પણ જોરદાર સંઘર્ષની સ્થિતિ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાબ્દિકરીતે ચાલી હતી. ભારત સરકારે કહ્યું હતું કે, આતંકવાદી અડ્ડાઓને ફૂંકી મારવા ભારતે હવાઈ હુમલા કર્યા બાદ પાકિસ્તાને દુસાહસ કરીને લશ્કરી વિસ્તારોમાં એફ-૧૬ વિમાનો મારફતે હુમલા કરવાના પ્રયાસ કર્યા હતા. જો કે, આ હુમલાઓને નિષ્ફળ કરવામાં આવ્યા હતા. ભારતે આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા એફ-૧૬ વિમાનના ઉપયોગ કરવાને લઇને વિશ્વ સમક્ષ રજૂઆત કરી હતી. અમેરિકાને આ મામલામાં ધ્યાન આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું. પાકિસ્તાનના કહેવા મુજબ ભારત દ્વારા વધુ એક હુમલા કરવાની તૈયારી ચાલી રહી છે. આ હુમલો ૧૬મી એપ્રિલથી ૨૦મી એપ્રિલના ગાળામાં થઇ શકે છે. જો કે કેટલાક જાણકાર લોકો શાહ મહેમુદ કુરેશીના દાવા સાથે સહમત નથી. પાકિસ્તાન દ્વારા હાલમાં અંકુશરેખા ઉપર અવિરતપણે ગોળીબાર કરને સ્થિતિ તંગ રાખવાના પ્રયાસ થઇ રહ્યા છે. સંરક્ષણ સુત્રોના કહેવા મુજબ પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરમાં વધુ આતંકવાદીઓને ઘુસાડવાના પ્રયાસો થઇ રહ્યા છે. ભારત દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ પાકિસ્તાન દ્વારા ગેરમાર્ગે દોરીને ગોળીબારથી આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘુસી જવાની દહેશત રહેલી છે. દરરોજ ત્રાસવાદી હુમલાઓ નાના પાયે જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં શાહ મહેમુદ કુરેશીના નિવેદનને લઇને ભારે ચર્ચા સંરક્ષણ નિષ્ણાતોમાં થઇ રહી છે. પાકિસ્તાનમાં રહેલી દહેશતનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે, ઇન્ડિયન એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના એક મહિના બાદ પણ પડોશી દેશે હવાઈ માર્ગો સંપૂર્ણરીતે પાછા ખોલ્યા નથી. હવાઈ હુમલા બાદ પાકિસ્તાને ભારતથી આવતી જતી ફ્લાઈટો માટે પોતાના એરસ્પેશને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ એરસ્પેશ હજુ સુધી ખોલવામાં આવ્યા નથી. પાકિસ્તાને બે દિવસ પહેલા જ પશ્ચિમી દેશો તરફ જતી ફ્લાઇટો માટે પોતાના એક હવાઈ રસ્તાને ખોલી દીધો હતો જ્યારે બાકીના ૧૦ હવાઈ રસ્તાઓ હજુ પમ બંધ કરેલા છે. કુરેશીએ મુલ્તાનમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું તું કે, અમારી પાસે ખુબ જ પાકી અને વિશ્વસનીય ખબર આવી છે. વડાપ્રધાન પણ દેશના લોકો સાથે આ માહિતીની આપલે કરવા માટે સહમત થયા છે.

Related posts

રાફેલ વિમાન બનાવતી ડસોલ્ટ કંપનીના માલિકનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત

editor

વરસાદ અને તોફાને નેપાળમાં તારાજી સર્જી : ૨૭ના મોત

aapnugujarat

US-चीन के बीच पहले चरण के व्यापार समझौते पर बनी सहमति

aapnugujarat

Leave a Comment

UA-96247877-1