Aapnu Gujarat
બ્લોગ

માનવીય અસ્તિત્વ ની લડાઈ : ભીમા કોરેગાંવ

વિશ્વ ઈતિહાસ માં સૌ પ્રથમ ‘ભીમાકોરેગાંવ’ લડાઈ માં શોષિતો,વંચિતો,કચડાયેલા લોકો દ્વારા અદ્વિતીય અને ઐતિહાસિક શૂરવીરતા નું પ્રદર્શન કરી જુલ્મગરો ને કચડી નાખી ને તેમનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર રાજ્ય ના પુના જિલ્લા ના શિરૂર તાલુકા માં,ભીમા નદી ના કિનારે એક નાનકડું ગામ આવેલું છે.આ ગામ ભીમાનદી ના કિનારે આવેલું હોવાથી તે ગામ નું નામ ‘ભીમાકોરેગાંવ’ પડયું હતું.આ ગામ પુના શહેર થી આશરે 16 માઈલ ની દુરી પર આવેલું છે.
ભીમાકોરેગાવ યુદ્ધ નો ઇતિહાસ સમજતા પહેલા આ યુદ્ધ પહેલા ની તત્કાલીન રાજ્ય સંચાલન ની અને અછૂતો ની સામાજિક પરિસ્થિતિ પર આછેરી નજર નાખવી જરૂરી છે.
પેશ્વાબ્રાહ્મણ શાશન માં અછૂતો પર ભયંકર અમાનવીય અત્યાચારો નું ઘોડાપુર આવેલું હતું.બર્બર નીચે મુજબ નિયમો લાગુ હતા.

પેશ્વાઈ બ્રાહ્મણ શાશન માં જો કોઈ સવર્ણ રસ્તા ઉપર ચાલી ને જતો હોય ત્યાં અછૂત ને ચાલવાની મનાઈ હતી.કેમ કે તેના પડછાયા થી તે સવર્ણ અપવિત્ર ન થઈ જાય.અછૂતો માટે પેશ્વાબ્રાહ્મણ રાજ માં કમર માં ઝાડુ બાંધી ને અને ગળા માં હાંડી બાંધી ને નગર માં ચાલવાનું ફરજીયાત હતું.કેમ કે અછૂત ચાલે તો પાછળ ઝાડુ હોય તો તેના પગલાં ના નિશાન ભૂંસાતા જાય જેથી કોઈ સવર્ણનો પગ પડે તો પણ તે અપવિત્ર ન થઈ જાય.ગળા માં હાંડી એટલા માટે બાંધવામાં આવતી હતી કે,તેનું થુંક જમીન પર ન પડે,જેથી કરી ને જો કોઈ સવર્ણ નો પગ થુકેલી જમીન પર પડે તો તે અપવિત્ર ન થઈ જાય!!

પેશ્વાબ્રાહ્મણો ના આવા ભયંકર અત્યાચારો ના કારણે મહારો ની અંદર ખૂબ જ અસંતોષ હતો.જ્યારે અત્યાચાર ની સીમાઓ વટી ગઈ અને મહારો નું સ્વાભિમાન જાગ્યું ત્યારે પુના શહેર ની આજુબાજુ ના મહાર લોકો પુના આવીને અંગ્રેજ સેના માં ભરતી થવા લાગ્યા.આનું ફળ જ ભીમાકોરેગાવ ની લડાઈ નો ગૌરવશાળી ઈતિહાસ છે.
અંગ્રેજો ની બોમ્બે નેટીવ ઇન્ફેન્ટ્રી નો કેપ્ટન સ્ટાટન સેકન્ડ બટાલિયન ફર્સ્ટ રેજીમેન્ટ ના પોતાના ૫૦૦ મહાર સૈનિકો સાથે ૩૧,ડિસેમ્બર ૧૮૧૭ ની રાત્રે પુના જવા માટે નીકળ્યો.આ સૈનિકો માં ૨૬૦ ઘોડેસવારો અને ૨૫ તોપ ચાલકો હતા.આ દિવસો ભયંકર ઠંડી ના દિવસો હતા.આ સૈન્ય ૩૧ મી ડિસેમ્બરની રાત્રે થી ચાલતું ચાલતું ૧ લી જાન્યુઆરી,૧૮૧૮ ના રોજ વહેલી સવારે કોરેગાવ, ભીમા નદી ના એક કિનારે પહોંચ્યું.

નદી ના એક કિનારે કેપ્ટન સ્ટાટન ના નેતૃત્વ માં ઓછા શસ્ત્ર સરંજામ થી સજ્જ ૫૦૦ મહારો ની સેના પોતાની પર થતા પશુવત અત્યાચારો નો બદલો લેવાની ફિરાક માં એક તરફ હતી.
જ્યારે બીજી તરફ પેશ્વાબ્રાહ્મણ બાજીરાવ ની બે સેનાપતિઓ રાવબાજી અને ગોખલે ના નેતૃત્વ માં લગભગ ૨૮,૦૦૦ ની વિશાળ સંખ્યા માં સૈનિકો ધરાવતી પૂરતા પ્રમાણ માં શસ્ત્ર સરંજામ ધરાવતી સેના હતી.
૧,જાન્યુઆરી ૧૮૧૮ માં સવારે જ યુદ્ધ શરૂ થયું.મહારો પોતાના સન્માન માટે અને માનવીયહક ની લડાઈ માટે વીજળી ની ગતિ થી લડ્યા.પોતાની બુદ્ધિ અને વીરતા સાથે સમય સમય પર વ્યૂહરચના બદલી લડી રહ્યા હતા.ત્યારે ચાલુ યુદ્ધ માં પેશ્વાબ્રાહ્મણ ની વિશાળ સેના જોઈ કેપ્ટન સ્ટાટને પોતાની સેના ને પાછળ હટવા આદેશ કર્યો.મહાર સૈનિકો એ એક અવાજે પોતાના કેપ્ટન ના આદેશો ની અવગણના કરી ને કહ્યું કે,અમારી સેના પેશ્વાઓ સાથે લડી ને જ મરશે,પરંતુ આત્મસમર્પણ ક્યારેય નહીં કરે.અને પાછી પણ નહીં હટે એ મહારો નું વચન છે.વર્ષો થી દબાયેલા કચડાયેલા અછૂત ૫૦૦ મહાર સૈનિકો એ પેશવાઇબ્રાહ્મણ ના ૨૮,૦૦૦ સૈનિકો નો ખાત્મો બોલાવી એક નવો જ ઇતિહાસ રચી દીધો હતો.ભારત ના ઈતિહાસ માં બહુજનો માટે આ એક અનોખી મિશાલ બની ને શૌર્યદિવસ રૂપે ઇતિહાસ ના પન્ના માં સુવર્ણ અક્ષરે ચિન્હિત થઈ ગયો.જે હંમેશા આપણ ને એક નવી ઉર્જા આપતી રહેશે.

કોરેગાંવ ના મેદાન માં જે મહાર સૈનિકો યુદ્ધ લડતા લડતા વીરગતિ ને પ્રાપ્ત થયા,તેમના સન્માન માં બ્રિટિશરો એ ઈ.સ.૧૮૨૨ માં ભીમાનદી ના કિનારે કાળા પત્થરો થી ક્રાંતિસ્તંભ નું નિર્માણ કર્યું.જ્યાં દર વર્ષે ૧લી જાન્યુઆરી એ બહુ મોટી સંખ્યામાં સ્વયંભુ બહુજનો શહીદ સૈનિકો ને ફુલહાર કરવા જાય છે.ડો.બાબાસાહેબ આંબેડકર હયાત હતા ત્યારે તેઓ પણ દર વર્ષે નિયમિત ૧ લી જાન્યુઆરી ના રોજ આ ક્રાંતિસ્તંભ ની અવશ્ય મુલાકાત લેતા હતા.

૧લી જાન્યુઆરી ના દિવસે વહેલી સવારે આપણા એ શૂરવીર મહાર સૈનિકો ને નમન કરો કેમ કે તેમણે કરેલા પેશ્વાઈ શાશન ના ખાત્મા પછી,
(૧) અંગ્રેજો ને આ દેશ ના ભૂ-ભાગ પર બહુ મોટો કબ્જો મળ્યો.અને તેમણે પશુવત શાશનનો અંત આણ્યો.
(૨)અંગ્રેજો એ આ દેશ માં શિક્ષણ નો પ્રચાર પ્રસાર કર્યો અને આપણાં માટે શિક્ષણ લેવાના દ્વાર ખોલી આપ્યા.
(૩)શિક્ષણ ના પ્રતાપે જ આપણ ને ડો.બાબાસાહેબ આંબેડકર જેવા જ્ઞાની મહાપુરુષ મળ્યા.
એક મિનિટ માટે પણ વિચારો કે,આ ૫૦૦ મહાર સૈનિકો પેશ્વાબ્રાહ્મણ ના ૨૮૦૦૦ સૈનિકો સામે હારી ગયા હોત તો આપણી આજે શુ?સ્થિતિ હોત?
દલિતો ની પશુવત અત્યાચારો થી મુક્ત કરવામાં અને અત્યારે આપણે જ્યાં પણ છીએ ત્યાં પહોંચાડવા માં આ યુદ્ધ ના વિજયની પણ અતિશય મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે,તે માનવાને કોઈ ઇન્કાર કરી શકે નહીં.

જય ગુરુ રવિદાસ..જય ભીમ..

-લેખન: સંજયકુમાર સુમેસરા

Related posts

लिंकन वायोग्राफी

aapnugujarat

વિધાનસભા ચુંટણી : ૨૦૧૯ની લોકસભા ચુંટણી પર અસર કરશે

aapnugujarat

ભારતમાં ચારમાંથી એક દંપતીને લાગે છે બેવફાઇનો ડર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1