Aapnu Gujarat
બ્લોગ

વિધાનસભા ચુંટણી : ૨૦૧૯ની લોકસભા ચુંટણી પર અસર કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા અને અંતિમ તબક્કા માટેની ૯૩ બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે અને તે સાથે જ એક્ઝિટ પોલ જાહેર થયા છે.તમામ એક્ઝિટ પોલમાં ભાજપ બહુમતી સાથે ફરી સત્તા મેળવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ કમળ ખિલશે તેવો વરતારો કરવામાં આવ્યો છે. ગુજરાતી ટીવી ચેનલ ટીવી૯-સી વોટરના એક્ઝિટ પોલ મુજબ ભાજપને ૧૧૧ બેઠક મળશે અને કોંગ્રેસને ૭૧ બેઠક મળશે તેવી સંભાવના છે. ગુજરાતની ચૂંટણી અંગે મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને ૧૦૦થી વધુ સીટ મળશે તેવી શક્યતા દર્શાવાઈ છે.ભાજપને સૌથી ઓછી ૯૯ બેઠક ઈન્ડિયા ટૂડે-એક્સિસ માય ઈન્ડિયાના સર્વેમાં આપવામાં આવી છે, જ્યારે સૌથી વધુ ન્યૂઝ ૨૪-ચાણક્યના સર્વેમાં ૧૩૫ સીટ આપવામાં આવી છે. એ જ રીતે કોંગ્રેસને સૌથી ઓછી ૪૭ સીટ ન્યૂઝ ૨૪-ચાણક્યના સર્વેમાં આપવામાં આવી છે. કોંગ્રેસને સૌથી વધુ ૮૨ સીટ ઈન્ડિયા ટૂડેના સર્વેમાં આપવામાં આવી છે. ટીવી૯ના એક્ઝિટ પોલ મુજબ સૌરાષ્ટ્રમાં ભાજપને આશ્ચર્યજનક રીતે ફાયદો થશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપને ૩૭ બેઠક અને કોંગ્રેસને ૧૭ બેઠક મળી શકે છે. મધ્ય ગુજરાતમાં ભાજપને ૪૨ અને કોંગ્રેસને ૨૧ બેઠક મળી શકે છે. આમ, પાટીદારોની જ્યાં વધુ અસર જોવા મળશે તેવી ભીતિ હતી તેવા સૌરાષ્ટ્રમાં ભાજપને ફાયદો થતો હોય તેવું ટીવી૯ના એક્ઝિટ પોલનું અનુમાન છે. ટાઈમ્સ નાઉ-વીએમઆરના એક્ઝિટ પોલ મુજબ ભાજપને ગુજરાતમાં ૧૦૯ સીટ મળશે, જ્યારે કોંગ્રસને ૭૦ સીટ મળશે. ઈન્ડિયા ટૂડેના સર્વે મુજબ ભાજપને ૯૯-૧૧૩ અને કોંગ્રેસને ૬૮-૮૨ સીટ મળશે. ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપને ૧૦૮-૧૧૮ સીટ મળશે, જ્યારે કોંગ્રેસને ૬૧-૭૧ સીટ મળશે. એબીપી ન્યૂઝ-સીએસડીએસના એક્ઝિટ પોલ મુજબ ભાજપને ગુજરાતમાં ૧૧૭ બેઠક મળશે અને કોંગ્રેસને ૬૪ સીટ મળશે.ભલે ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ કૉંગ્રેસ માટે ખરાબ સમાચાર લઇને આવ્યું છે, પરંતુ ૧૬ ડિસેમ્બરના રોજ થનાર રાહુલ ગાંધીની તાજપોશી પર તેની કોઇ અસર પડશે નહીં. કૉંગ્રેસના સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે રાહુલને પાર્ટી અધ્યક્ષ બનાવાના કાર્યક્રમમાં કોઇ ફેરફાર કરાશે નહીં. આપને જણાવી દઇએ કે કમ સે કમ ૯ એક્ઝિટ પોલ્સે એ અંદાજ વ્યક્ત કર્યો છે કે ગુજરાતમાં ભાજપા ૧૦૦થી વધુ સીટો જીતશે. ૧૬ ડિસેમ્બરના રોજ રાહુલને કૉંગ્રેસ અધ્યક્ષ બનાવ્યા બાદ જો ૧૮ ડિસેમ્બરના પરિણામ આ તર્જ પર જ રહ્યાં તો રાહુલ માટે અસહજ સ્થિતિ પેદા થઇ જશે.અગ્ણી અખબર સાથેની વાતચીતમાં દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓએ કહ્યું કે રાહુલને અધ્યક્ષ બનાવાના કાર્યક્રમમાં કોઇ ફેરફાર કરાશે નહીં, કારણ કે પાર્ટીને ગુજરાતમાં સકારાત્મક પરિણામ આવવાની પૂરો વિશ્વાસ છે. એક નેતાએ કહ્યું કે ગુજરાતમાં હાલ અમારી પાસે ૪૩ સીટો છે. અમને વિશ્વાસ છે કે આ સંખ્યામાં સારો એવો વધારો થશે. એક્ઝિટ પોલ્સ કેટલીય વખત ખોટા સાબિત થઇ ચૂકયા છે. આ માત્ર શેર બજારમાં ફીલ-ગુડ માહોલને વધારવાના હેતુથી કરાય છે.આ અંગે કૉંગ્રેસના અગ્રણીઓનું કહેવું છે કે રાહુલ ગાંધીએ આ વખતે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કર્યું. તેમણે આખી ગેમ બદલીને મૂકી દીધી. રાહુલના લીધે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાં ૩૬ સભાઓ કરવા માટે મજબૂર કરી દીધા હતા. અમને આશા છે કે અમે જીતીશું. તેનો પૂરો શ્રેય રાહુલ ગાંધીને જાય છે અને ગુજરાતમાં અમારી જીતથી તેમનું નેતૃત્વ વધુ મજબૂત થશે.આ અંગે કૉંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ અગ્રણી અખબાર સાથે વાત કરતાં કહ્યું કે રાહુલ ગાંધીનો ફાયદો ૨૦૧૯મા પાર્ટીને થશે. પાર્ટીએ પહેલાં જ જાહેરાત કરી દીધી હતી કે ૧૬ ડિસેમ્બરના રોજ રાહુલ ગાંધી પાર્ટીની કમાન સંભાળી લેશે. અમે જે કહ્યું છે તેના માટે પ્રતિબદ્ધ છીએ. અમને જીતની પૂરી આશા છે. રાહુલજી અધ્યક્ષ તરીકે નિમણૂક થયા તે પહેલેથી જ કાર્યક્રમ નક્કી કરાયો હતો, તેની ચૂંટણી પરિણામો સાથે કોઇ લેવા-દેવા નથી.કૉંગ્રેસના એક સિનિયર પદાધિકારીએ દાવો કર્યો કે એક્ઝિટ પોલ્સ હેરાન કરનાર છે. તેમણે કહ્યું કે પાર્ટી રાહુલ ગાંધીને ૧૬ ડિસેમ્બરના રોજ ઔપચારિક રીતે એ વિચારીને અધ્યક્ષ બનાવા માંગતી હતી કે તેને બે દિવસ બાદ આવનાર પરિણામોમાં જીત મળશે અને તેનો શ્રેય પાર્ટી અધ્યક્ષને જશે.ગુજરાતમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછી એક્ઝિટ પોલનાં તારણો આવી રહ્યાં છે, જેમાં એનબીટી-સી વોટરના એક્ઝિટ પોલ મુજબ છેલ્લાં ૨૨ વર્ષથી સત્તા પર રહેલા ભાજપને ફરી એક વાર વધુ પાંચ વર્ષ માટે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મળી શકે છે. આમ ગુજરાતમાં ફરી ભાજપનો ભગવો લહેરાશે અને કોંગ્રેસને ફાયદો થવા છતાં સત્તા તેના માટે જોજનો દૂર રહેશે તેવું અનુમાન છે. ગુજરાતને પીએમ મોદીએ મોડલ રાજ્ય બનાવ્યા પછી તેમના માટે ગુજરાતની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહી હતી. બીજી તરફ પાટીદાર આંદોલન પછી સત્તા હાંસલ કરવા કોંગ્રેસે પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું. આમ આખા દેશની નજર ગુજરાતની ચૂંટણી અને તેનાં પરિણામો પર મંડાયેલી છે ત્યારે એક્ઝિટ પોલ મુજબ કુલ ૧૮૨ સીટોની વિધાનસભામાં ભાજપને ૧૦૮ સીટો પર વિજય સાથે બહુમતી મળી શકે છે. સરકાર રચવા માટે અહીં જાદુઈ આંકડો ૯૨નો છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર વચ્ચે કોંગ્રેસને ફક્ત ૭૪ સીટોથી સંતોષ માનવો પડશે તેવી ધારણા છે. તમામ અગ્રણી મીડિયા સંસ્થાઓના એક્ઝિટ પોલમાં ભાજપાને ગુજરાત અને હિમાચલમાં બહુમત મળતી દેખાય રહી છે. હિમાચલમાં કૉંગ્રેસને પોતાની સત્તા ગુમાવી પડી શકે છે અને ભાજપા મોટી જીત નોંધાવી શકે છે. ૨૦૧૯ પહેલાં આ પરિણામ ખૂબ જ અગત્યના સાબિત થઇ શકે છે.જો એક્ઝિટ પોલ જેવા જ બંને રાજ્યોમાં પરિણામ નીકળે છે તો ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ એક મોટી સફળતા હશે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને જોતા ભાજપાના વિજય રથને રોકવા કૉંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ માટે મોટો પડકાર બની જશે. ગુજરાતમાં પાટીદાર આંદોલન, ૨૨ વર્ષનું શાસન, જીએસટી, અને નોટબંધી જેવા મુદ્દાઓ પર વેપારી વર્ગની નારાજગી બાદ પણ ભાજપા જો મોટી જીત નોંધાવે છે તો પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપાનું કદ વધુ વધી જશે.એક્ઝિટ પોલ મુજબ પાટીદારોના અસંતોષ અને અન્ય પ્રાદેશિક મુદ્દાઓનો મોટો લાભ કોંગ્રેસને મળશે નહીં તેવું જણાઈ રહ્યું છે, જોકે ૨૦૧૨ની સરખામણીમાં તેને ૧૩ સીટનો ફાયદો થશે જ્યારે ભાજપને ૭ સીટોનું નુકસાન થવાની શક્યતા છે. ૨૦૧૨માં ભાજપને ૧૧૫ અને કોંગ્રેસને ૬૧ સીટો મળી હતી.કૉંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યાની ઔપચારિક જાહેરાત પહેલાં ગુજરાતમાં પાર્ટીની હાર કૉંગ્રેસ અને રાહુલ ગાંધીની રાજકીય કેરિયર માટે મોટી નિરાશા બની શકે છે. રાહુલે ગુજરાત ચૂંટણી દરમ્યાન સતત રાજ્યમાં પોતાની સક્રિયતા બનાવી રાખી. જો કે મોટાભાગના પોલમાં કૉંગ્રેસના પ્રદદર્શનમાં મામૂલી પણ સુધારાની વાત કહેવામાં આવી રહી છે. એવામાં જો પાર્ટી બંને રાજ્યોમાં સત્તામાં પાછી ફરવામાં સફળ રહી તો રાહુલના નેતૃત્વક્ષમતા અને ભવિષ્ય પર પ્રશ્ન ઉઠવા- સ્વાભાવિક છે.બીજા તબ્બકાની ચૂંટણી પુરી થતાંની સાથે એક્ઝિટ પોલને કારણે માહોલ ગરમાયો છે. કોંગ્રેસ તરફી વિચારધારા ધરાવતા મતદારો આ એક્ઝિટપોલને કારણે રાજી ના થાય તે બહુ સ્વભાવીક છે, પણ ભાજપના નેતાઓ અને ભાજપીઓ પણ હજી એક્ઝિટપોલ સાચા પડશે તેવો આત્મવિશ્વાસ બતાડી શકતા નથી, તેની પાછળનું કારણ એવું છે કે અગાઉ એક્ઝિટ પોલ અનેક વખત ખોટા સાબીત થયા છે.૨૦૦૪માં તમામ તમામ એક્ઝિટ પોલ એનડીએ સરકાર બનાવી રહી છે, તેવું કહેતા હતા, પણ પરિણામ જાહેર થયું ત્યારે તેના કરતા ઉલ્ટું થયું અને યુપીએ સરકાર બનાવે એટલી સ્પષ્ટ બહુમતી લઈ ગયું હતું, આવું જ રાજ્યની ચૂંટણીઓમાં પણ થયુ હતું.બિહારની ચૂંટણીમાં તમામ એક્ઝિટ પોલ ભાજપ સરકાર બનાવે છે તેવા તારણ ઉપર હતા, પણ ભાજપની હાર થઈ અને નિતીશ-લાલુના જોડાણની જીત થઈ હતી.જ્યારે પંજાબની ચૂંટણીમાં આપ સરકાર બનાવવા તરફ આગળ જઈ રહી છે તેવું તારણ હતું, પણ ત્યાં એક્ઝિટ પોલ ખોટા પડયા અને કોંગ્રેસે સરકાર બની દીધી હતી.જ્યારે દિલ્હીની ચૂંટણીમાં તમામ એક્ઝિટ પોલ ભાજપ સરકાર બનાવે છે તેવા મતની હતી, પણ દિલ્હીમાં આપનું જાડુ એવું ફર્યું કે ભાજપને માત્ર ત્રણ બેઠકો મળી હતી, જ્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મોટાભાગના એક્ઝિટ પોલ સ્પષ્ટ ન્હોતા, ભાજપ સરકાર બનાવે છે તેવો મત બધાનો જ હોવા છતાં સરકાર બનાવવા માટે અન્ય કોઈ સાથે ગઠબંધન કરવુ પડશે તેવો મત હતો.એક એજન્સીને બાદ કરતા તમામ એક્ઝિટ પોલ ભાજપને ૨૦૦ બેઠકો આપી રહ્યું હતું, પણ ભાજપ ૩૦૦નો આંકડો પાર કરી ગયું હતું.ગુજરાતની હાલની ચૂંટણીમાં મોટાભાગના એક્ઝિટ પોલ ભાજપને ૧૦૦-૧૧૦ની વચ્ચે બેઠકો આપી રહ્યું છે, જ્યારે એક એજન્સી ૧૩૫નો દાવો કરી રહી છે. આ એક્ઝિટ પોલ અગાઉની ચૂંટણીઓની જેમ કેટલાં સત્યની નજીક અને સત્યની દુર છે, તેની ખબર તો ૧૮મી ડિસેમ્બરના રોજ જ પડશે, છતાં એક્ઝિટ પોલ પોતાના જ અનુમાન ખોટા પાડી ચુક્યુ છે.બંને તબક્કાનાં મતદાન બાદ હવે લોકોની નજર અઢારમીનાં ફેંસલા પર છે જ્યાર ઇવીએમમાંથી પરિણામો બહાર નિકળશે.હાલ તો બંને પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યાં છે.

Related posts

ભાજપની બે બેઠકથી માંડીને બહુમતિની સફર

aapnugujarat

પ્રાંતવાદ, જાતિવાદને આપો તિલાંજલી, આપણાં સૌની એક જ ઓળખ છે ભારતીય

aapnugujarat

કોલેજમાં સંઘર્ષ પછી શરૂ થયો સંવાદ ને મળી ગયો જીવનભરનો સંગાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1