Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અરુણાચલ પ્રદેશ, સાઉથ સ્થિત તિબ્બેટનો હિસ્સો છે : ચીન

ચીને ફરી એકવાર અરુણાચલ વિવાદ છેડ્યો છે, બુધવારે ચીન સરકાર તરફથી નિવેદન આવ્યું હતું કે, તે અરુણાચલ પ્રદેશના અસ્તિત્વને જ નકારે છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું, થોડાં દિવસો પહેલાં જ્યારે ચીનની આર્મી સીમા પાર કરીને અરુણાચલ પ્રદેશમાં દાખલ થઇ ગઇ, તો ચીને આ બાબતે આંખ આડા કાન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ચીન અરુણાચલને વિવાદિત વિસ્તાર ગણે છે. ગયા વર્ષે ચીને દલાઇ લામાના અરુણાચલ પ્રવાસનો વિરોધ કર્યો હતો. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ચીનના વિદેશ મંત્રાલયના સ્પોકપર્સન ગેંગ શુઆંગે કહ્યું કે, સીમા મુદ્દે અમારું વલણ સ્પષ્ટ છે. તેમાં કોઇ ફેરફાર આવ્યો નથી. જેને અરુણાચલ પ્રદેશ કહેવામાં આવે છે, તેનું અમારી દ્રષ્ટીએ કોઇ અસ્તિત્વ જ નથી.જો તમે કોઇ ખાસ સ્થિતિ વિશે જણાવવા ઇચ્છો છો તો તે વિશે મને જાણકારી નથી. મીડિયા રિપોટ્‌ર્સમાં કહેવામાં આવ્યું હતું કે, ગયા મહિને ચીનની સેના અરુણાચલના સિયાંગ જિલ્લામાં ૨૦૦ મીટર અંદર સુધી આવી ગઇ હતી. ચીનના સૈનિકો કન્સ્ટ્રક્શનના કામને પણ પાર કરી ગયા હતા. તેઓને ભારતીય સૈનિકોએ રોકવાની પણ કોશિશ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચીનનો એવો દાવો છે કે, અરુણાચલ પ્રદેશ, સાઉથ સ્થિત તિબ્બેટનો હિસ્સો છે. ચીન ભારતની વચ્ચે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ૩,૪૮૮ કિમી છે.

Related posts

पहचान बगैर कर्मचारी दे सकेंगे खामियों की सुचना : रेलवे ने लॉन्च किया विसलब्लोअर पोर्टल

aapnugujarat

कांग्रेस के दिग्गज नेताओं ने माना कि मोदी की अनायास आलोचना करना सही नहीं…!

aapnugujarat

नौकरियां बढ़ाने के लिए कॉर्पोरेट कम्पनियां खोलेंगी 700 MSME क्लस्टर : गडकरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1