Aapnu Gujarat
શિક્ષણ

યુજીસીની સૂચનને અવગણી રાજ્યની યુનિવર્સિટીઓમા જંકફૂડનું વેચાણ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને દેશભરની તમામ યુનિવર્સિટીને એક વર્ષ પહેલાં ભલામણ કરતો એક પત્ર પાઠવ્યો હતો કે યુનિવર્સિટી સંકુલ અને સંલગ્ન કોલેજોની કેન્ટીનમાં વેચાતા જંકફૂડ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ.આ ભલામણના એક વર્ષ બાદ પણ રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓની કેન્ટીનમાં જંકફૂડનું વેચાણ હજુ પણ ચાલુ છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ૨૦૧૬માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને એક પત્ર પાઠવી જણાવ્યું હતું કે યુનિવર્સિટી કેમ્પસમાં મળતા જંકફૂડ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બાબતે એક નવા માપદંડની સ્થાપના થશે. બાદમાં યુ.જી.સી.એ દેશભરની તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને આ ભલામણ કરી હતી.જો કે ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીમાં જંકફૂડનું વેચાણ હજુ પણ યથાવત્‌ છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં જંકફૂડની સાથે કાર્બોનેટેડ પીણા હજુ પણ મળી રહ્યા છે. આવી જ કંઈક હાલત વડોદરા સ્થિત મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી, રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની છે.
ગુજરાતમાં રાજ્ય સરકાર સંચાલિત ૨૨ યુનિવર્સિટીઓ તેમજ ૧૭ ખાનગી યુનિવર્સિટીઓ છે.આ સિવાય રાષ્ટ્રીય સ્તરે મહત્વ ધરાવતી છ શૈક્ષણિક સંસ્થાઓ પણ ગુજરાતમાં છે. આ સંસ્થાનોમાં જ્યાં પણ કેન્ટીનની વ્યવસ્થા છે, ત્યાં જંકફૂડનું વેચાણ થાય છે. આ સંસ્થાનોની કેન્ટીનની અંદર તેમજ બહાર લાગેલા હોર્ડિંગ તેમજ મેન્યુકાર્ડ જોઈ તાગ મેળવી શકાય છે કે અહીં જંકફૂડની ભરમાર છે.સામા પક્ષે વિદ્યાર્થીઓમાં પણ જંકફૂડ પ્રત્યે ગજબનું આકર્ષણ છે. નહીંવત્‌ વિદ્યાર્થીઓ સ્વાસ્થ્યપ્રદ ખાદ્યસામગ્રીની માગ કરતા જોવા મળે છે.
આ પરિપત્ર તમામ કુલપતિઓને પાઠવવામાં આવ્યો છે પરંતુ કેન્ટીનના માલિકોને આવા કોઈ પરિપત્ર કે ભલામણ વિશે માહિતી નથી. તેઓ વિદ્યાર્થીઓ જે માગે તે બનાવી અને વેચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નેશનલ ફમિલી હેલ્થ સર્વેના વર્ષ ૨૦૧૫-૧૬ના અહેવાલ પ્રમાણે ભારતની ૨૧.૭ ટકા વસતિ મેદસ્વિતાનો શિકાર છે. ઉપરાંત ભારતીય બાળકોમાં વધી રહેલી મેદસ્વિતા પણ ચર્ચાનો વિષય છે.

Related posts

कर्नाटक में 1 अक्टूबर से खुलेंगे कॉलेज

editor

શાળાઓમાં ભણતરનું ભાર માપવા માટેનું ચેકિંગ કરાયું

aapnugujarat

શિક્ષકોને સ્ટેમ્પ પર સોગંદનામું કરવાના હુકમથી આક્રોશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1