Aapnu Gujarat
ગુજરાત

અંબાજીમાં ધામધુમથી ઉજવાયો પ્રગટ્ય મહોત્સવ

લાખ્ખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી માતાજીના પ્રાગટ્ય મહોત્સવની આજે ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થયેલા હજ્જારો યાત્રિકોએ માતાજીના દર્શન કરીને ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી.ગુજરાતની ભાગોળે બનાસકાંઠા જિલ્લામાં આવેલા જગત જનની અંબાજી માતાજીના પ્રાગટ્ય મહોત્સવની આજે ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. પોષી પૂનમના દિવસે ઉજવાયેલા આ મહોત્સવમાં સવારે માતાજીનું વિશેષ પૂજન-અર્ચન અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. આ ઉ૫રાંત સવારે વાજતે-ગાજતે માતાજીની વિશાળ શોભાયાત્રા નિકળી હતી.જય માતાજીપના ગગનભેદી નાદ સાથે નિકળેલી શોભાયાત્રામાં હજ્જારો યાત્રિકોએ ભક્તિભાવ પૂર્વક ભાગ લીધો હતો. માતાજીની વિશેષ આરતી અને ભોગ બાદ યાત્રિકો માટે સમુહ પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. લોકો માતાજીના પ્રગટ્ય મહોત્સવમાં ભાગ લઇને ધન્ય બન્યા હતાં. મહોત્સવને લઇને અંબાજી આવતા-જતા તમામ માર્ગો ઉ૫ર યાત્રિકોનો ટ્રાફિક જોવા મળ્યો હતો. વાહનોમાં ૫ણ ચિક્કાર ગીરદી રહી હતી. આ વિસ્તારના સ્થાનિક આગેવાનોએ ૫ણ ઉજવણીમાં ભાગ લઇને માતાજીના દર્શન-પૂજનનો લ્હાવો લીધો હતો.

Related posts

મકાન ન વેચતા પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

aapnugujarat

ભાવનગરના ૧૧ તાલુકાના ૧૦૫ ગામોમાંથી કોરોનાની ગાઇડલાઇન જાળવીને સ્થળાંતર કરાયું

editor

પોરબંદરમાં ચણાની રૂા.૪૦ કરોડની ખરીદી : ૧લી માર્ચથી સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી હતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1