Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકારના ૧૭૦૦ કરોડના રક્ષા સોદાને મંજૂરી

આર્મ્ડ ફોર્સીસની તાકાતમાં વધારો કરવા માટે મોદી સરકારે મોડર્ન બોમ્બ અને મિસાઇલ્સની ખરીદીની પ્રપોઝલ મંજૂર કરી છે. આ પ્રપોઝલ પ્રમાણે, ઇઝરાયેલ અને રશિયાની સાથે આ રક્ષા સોદો ૧૭૧૪ કરોડમાં થશે. તેમાં એરફોર્સ માટે ૨૪૦ ગાઇડેડ બોમ્બ અને નેવી માટે ૧૩૧ બરાક મિસાઇલ્સ ખરીદવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતે ગયા મહિને જ સુખોઈ ફાઇટર જેટથી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરીને રેકોર્ડ બનાવ્યો હતો.ન્યુઝ એજન્સી પ્રમાણે, ગાઇડેડ બોમ્બ અને બરાક મિસાઇલ્સના સોદાને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામને લીલી ઝંડી આપી છે. પ્રપોઝલમાં રશિયાની કંપની પાસેથી ૧૨૫૪ કરોડના ખર્ચે મોડર્ન ટેક્નોલોજીના ૨૪૦ બોમ્બ ખરીદવાની વાત કહેવામાં આવી છે. જ્યારે ઇઝરાયેલની કંપની પાસેથી ૪૬૦ કરોડના ખર્ચે ૧૩૧ બરાક મિસાઇલ્સ ખરીદવામાં આવશે.સંરક્ષણ મંત્રાલય તરફથી જાહેર થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે આર્મ્ડ ફોર્સીસની તાકાત વધારવા માટે હથિયારો ખરીદવાનો નિર્ણય કર્યો છે. યુદ્ધના બેડામાં ગાઇડેડ બોમ્બ સામેલ થયા પછી એરફોર્સની રક્ષાત્મક ક્ષમતા ઘણી વધી જશે. આ ઉપરાંત નેવીને ૧૩૧ બરાક મિસાઇલ્સ મળ્યા પછી યુદ્ધ જહાજોથી હવામાં દુશ્મનો પર હુમલો કરવાની તાકાતમાં વધારો થશે.

Related posts

મુઝફફરપુરની હોટલમાંથી છ ઇવીએમ અને વીવીપેટ મળી આવતાં હડકંપ

aapnugujarat

સેન્સેક્સમાં ૧૫૯ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

पूर्व नेता राधाकृष्णन विखे-पाटिल ने विधायक के पद से भी दिया इस्तीफा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1