Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટક ચૂંટણી : કોંગ્રેસની ૫૦૦ નિષ્ણાંતો સાથે ટુકડી સક્રિય

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને કોંગ્રેસ પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે. એમ માનવામાં આવે છે કે, ચૂંટણીમાં રણનીતિની જવાબદારી કોંગ્રેસ હાઇકમાન્ડ સંભળાશે. પ્રદેશ કોંગ્રેસના સુત્રોએ કહ્યું છે કે, નવા વર્ષની સાથે જ રણનીતિમાં ઝડપી ધ્યાન આપવામાં આવશે. આના માટે ૫૦૦ નિષ્ણાતોની એક ટીમ કર્ણાટક પહોંચશે. જેમાં સોશિયલ મિડિયા, અખબારો અને ટીવી મિડિયા માટે લોકો સામેલ રહેશે. એટલું જ નહીં સંભવિત ઉમેદવારોની શોધ, ચૂંટણી ઘોષણાપત્ર, પ્રચારને લઇને રણનીતિ ઉપર ટીમ તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા લોકપ્રિય નેતા તરીકે છે. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના વ્યક્તિ તરીકે પણ છે. જેથી હવે એવી ગણતરી કરવામાં આવી રહી છે કે, ચૂંટણીમાં હાઈકમાન્ડની કોઇ દરમિયાનગીરી રહેશે નહીં. ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સમર્થનના પરિણામ સ્વરુપે સિદ્ધારમૈયા પોતે ચૂંટણીની તૈયારી કરી ચુક્યા છે. છેલ્લા સાડા ચાર વર્ષમાં સિદ્ધા રમૈયા વ્યક્તિગતરીતે લોકપ્રિય નેતા ચોક્કસપણે બની ગયા છે પરંતુ પાર્ટીના સંગઠન માટે કોઇ સહકાર આપી રહ્યા નથી. હકીકતમાં આ અસંતોષ વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોમાં છે. સુત્રોના કહેવા મુજબ આજ કારણસર કોંગ્રેસે કર્ણાટક ચૂંટણીમાં રણનીતિને પોતે સંભાળવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશ કોંગ્રેસના નજીકના સુત્રોએ કહ્યું છે કે, ૧૦મી જાન્યુઆરીથી રાહુલ ગાંધીની એક ટીમ બેંગ્લોરમાં કામ શરૂ કરશે. હાલમાં કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મિડિયા વિંગ મુખ્યમંત્રી ઓફિસથી સક્રિય છે. આનું નેતૃત્વ એઆઈસીસી સોશિયલ મિડિયા ઇન્ચાર્જ અને અહીંની લોકપ્રિય અભિનેત્રી રમૈયાની ટીમ સંભાળશે. રણનીતિ, પ્રચાર અને ચૂંટણી ઘોષણાપત્રની તૈયારીમાં મદદ કરવા માટે એક રિસર્ચ ટીમ બેંગ્લોર પહોંચશે. ત્યારબાદ ટીમના સભ્યો જુદા જુદા જિલ્લામાં જશે અને જિલ્લા કોંગ્રેસ સમિતિને માર્ગદર્શન આપશે. ઉમેદવારોની પસંદગી માટે કર્ણાટકમાં એઆઈસીસીના એક મહાસચિવ અને ચાર સચિવો જશે. આ ટીમ ઉપરાંત ઉમેદવારોની પસંદગી માટે અલગ અલગ ટીમ કામ કરશે.
હાઈકમાન્ડે પોતે એક સર્વેમાં કહ્યું છે કે, આના સંદર્ભમાં મુખ્યમંત્રી, પ્રદેશ કોંગ્રેસ પાસે અલગ અલગ રિપોર્ટ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઇને રાહુલ ગાંધી ૨૦મી જાન્યુઆરીથી લઇને ૨૨મી જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં પહોંચી શકે છે. રાહુલ પહોંચે તે પહેલાથી જ તેમની ટીમ સક્રિય થઇ જશે. સિદ્ધા રમૈયા પર નિયંત્રણને લઇને રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે, પાર્ટીએ આ મહત્વપૂર્ણ નિર્ણય ભવિષ્યને ધ્યાનમાં લઇને કર્યો છે.

Related posts

દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો

editor

કર્ણાટક ભાજપમાં આંતરિક ખેંચતાણ સપાટી ઉપર : એકતા જાળવી રાખવા અમિત શાહે સૂચન કર્યું

aapnugujarat

હનીપ્રીતની હાજરીમાં આજે વિપાસનાની કઠોર પુછપરછ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1