Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૭માં પાકિસ્તાન દ્વારા ૮૮૧ વખત યુદ્ધવિરામનો ભંગ કરાયો

જમ્મુ-કાશ્મીર ખાતે પાકિસ્તાને ફરી એકવાર પોતાની નાપાક હરકત યથાવત રાખીને શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. મોડી રાત્રે એક વાગ્યે રાજૌરી અને પુંછ ખાતેની અંકુશ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા સવારે સાડા પાંચ વાગ્યા સુધી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ શસ્ત્રવિરામ ભંગ દરમિયાન સામસામે થયેલા ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે.પાકિસ્તાની સેનાની નાપાક હરકતો અટકવાનું નામ લઈ રહી નથી. પાકિસ્તાની સેનાએ વર્ષના આખરી દિવસે ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. રવિવારે રાજૌરી અને પુંછ જિલ્લામાં અંકુશ રેખા પર પાકિસ્તાનના ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો છે.૨૦૧૭માં જમ્મુ-કાશ્મીર ખાતે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા ૮૮૧ વખત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા સરહદે કરાયેલા ફાયરિંગમાં ૨૦૧૭ના વર્ષનો આંકડો સાત વર્ષમાં સૌથી વધારે રહ્યો છે. ૨૦૧૭માં સરહદે પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં ૩૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા ૭૭૧ વખત અને આંતરરાષ્ટ્રીય સરહદે ૧૧૦ વખત ગોળીબાર કરીને શસ્ત્રવિરામ ભંગ કર્યો છે.

Related posts

राहुल पर हमला बीजेपी के गुंडो की करतुत : कांग्रेस

aapnugujarat

ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવા સુપ્રીમનો ઇનકાર

aapnugujarat

મહાકુંભમાં કોરોના મહામારી, ૩૦ સાધુ સંક્રમિત, એકનું મોત

editor

Leave a Comment

UA-96247877-1