Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગેસની કિંમતમાં માસિક વધારાનો નિર્ણય ફરી અમલી થશે

સામાન્ય અને ગરીબ વર્ગના લોકો પર ફર એકવાર વધુ બોજ પડી શકે છે. કારણ કે સરકારે ગેસ સિલિન્ડરની કિંમતમાં દર મહિને વધારો કરવાનો નિર્ણય ફરી એકવાર અમલી કરવા માટેની તૈયારી કરી લીધી છે. જો કે આ વખતે મહિને વધારો પહેલા કરતા ઓછો રહેશે. મળી રહેલી માહિતી મુજબ સરકાર હવે પહેલા ચાર રૂપિયાના બદલે ગેસ સિલિન્ડરની કિંમતમાં મહિને રૂપિયા બે અથવા તો ત્રણનો વધારો કરી શકે છે. હાલમાં જ આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. ફિડબેકના આધાર પર આ નિર્ણયને પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. ડિસેમ્બર મહિનામા ંજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં માસિક વધારો ટાળ્યો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન સબસિડી પર ટાર્ગેટ ધરાવે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો સહિત ગરીબી રેખાની નીચે રહેલા લોકો પ્રત્યે સબસિડીને લઇને સરકાર હાલમાં ધ્યાન આપી રહી છે. સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહેલા અધિકારીઓએ નામ જાહેર નહી કરવાની શરતે કહ્યુ છે કે સરકાર ફરી એકવાર આ નિર્ણયને અમલી કરવા વિચારણા કરી રહી છે. સબસિડીનો લાભ મેળવી રહેલા લોકોની સંખ્યા હાલમાં ૧૯૦ મિલિયનની આસપાસની રહેલી છે. કેટલાક પોલીસી પગલા મારફતે જરૂરીયાતવાળા લોકો સુધી લાભ પહોંચાડી દેવાના પ્રયાસ કરવામાં આવનાર છે. સબસિડીને સંપૂર્ણપણે દુર કરવા માટેની કોઇ યોજના નથી. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલીસીસના કહેવા મુજબ સિલિન્ડર પર દેસ પર સબસિડી ડિસેમ્બર મહિનામાં ૨૫૧ રૂપિયા હતી. કુલ વપરાશમાં સતત વધારો થઇ રહ્યો છે. નવેમ્બર મહિનામાં ગ્રોથનો આંકડો ૬.૭ ટકાની આસપાસનો રહ્યો હતો. પાંચ પ્રદેશો પૈકી નોર્થમાં વપરાશની ટકાવારી સૌથી વધારે ૩૧ ટકાની આસપાસની છે. દક્ષિણમાં વપરાશની હિસ્સેદારી ૨૮.૭ ટકા અને પશ્ચિમમાં વપરાશની હિસ્સેદારી ૨૨.૧ ટકા રહી છે. આવી રીતે પૂર્વમાં ગેસની વપરાશની હિસ્સેદારી ૧૫.૮ ટકાની આસપાસની રહી છે. ઉત્તરપૂર્વમાં વપરાશની હિસ્સેદારી ૨.૩ ટકાની આસપાસ એપ્રિલથી નવેમ્બર વચ્ચેના ગાળામાં રહી છે. નવેમ્બરના આંકડા પર નજર કરવામાં આવે તો ભારતમાં ૨૫૧.૧ મિલિયન સ્થાનિક એલપીજી ગ્રાહકો રહેલા છે. જે પૈકી અલગ અલગ કંપની પાસે ગ્રાહકોની સંખ્યા જુદી જુદી છે. આઇઓસી પાસે સૌથી વધારે ૧૨૧.૨ મિલિયન એલપીજી ગ્રાહકો છે. જ્યારે બીપીસીએલની પાસે ૬૪ મિલિયન એલપીજી ગ્રાહકો રહેલા છે. એચપીસીએલની પાસે પણ મોટી સંખ્યામાં ગ્રાહકો રહેલા છે. તેની પાસે જે ગ્રાહકો છે તેની સંખ્યા ૬૫.૯ મિલિયન જેટલી છે. પીપીએસીના આંકડા દર્શાવે છે કે ૨૧૪ મિલિયન સક્રિય વપરાશકારો છે. આ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં એલપીજી અને કેરોસીન પર સંયુક્ત સબસિડી ક્લેઇમનો આંકડો ગણવામાં આવ્યો છે. આ આંકડો જે પેટ્રોલિયમ મંત્રાલય પાસે મોકલી દેવામાં આવ્યો હતો તે આંકડા વધીને ૯૦૭૯ કરોડ સુધી પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય કિંમતમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે જેના કારણે તેમાં વધારો થાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે. સરકારે સફળ રીતે જુલાઇ ૨૦૧૬ બાદથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના યોજના હેઠળ મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમેરી લીધા છે. નવેમ્બર દરમિયાન આયાત કરવામાં આવેલા પેટ્રોલિયમ પેદાશો પૈકી એલપીજી અને પેટકોકની આયાતની હિસ્સેદારી ૭૬.૩ ટકાની આસપાસ રહી હતી. એકલા એલપીજીની વાત કરવામાં આવે તો આંકડો કુલ પેટ્રોલિયમ પૈકી ૪૧.૯ ટકાની આસપાસ છે. જાણકાર નિષ્ણાતોએ કહ્યુ છે કે કુલ એલપીજી આયાત પૈકી મોટા ભાગની આયાત પશ્ચિમ એશિયામાંથી કરવામાં આવી હતી. આ મહિના દરમિયાન ૯૮.૪ ટકા આયાત પશ્ચિમ એશિયા તરફથી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા સ્કીમ હેઠળ મોટી સંખ્યામાં ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે. આનો લાભ પણ લોકો લઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં એલપીજી ગેસ સિલિન્ડરના વપરાશમાં વધારો થઇ રહ્યો છે. નવેસરના આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતમાં ગેસ વપરાશમાં ૧૦ ટકાનો વધારો થયો છે. જેથી આંકડો વધીને ૨૧.૫ એમટી સુધી પહોંચી ગયો છે. વર્ષ ૨૦૧૫-૧૬માં વપરાશનો આંકડો ૧૯.૬ એમટી રહ્યો હતો. સરકારે જુલાઇ ૨૦૧૬ બાદછી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મારફતે ગરીબી રેબા નીચે રહેલા બીજા ૩૨.૨ મિલિયન લોકોને આવરી લીધા છે. આ દિશામાં સરકાર ખુબ ઝડપથી આગળ વધી રહી છે. આગામી દિશામાં આની ગતિને વધારી દેવામાં આવે તેવી શક્યતા છે. મહિલાઓને ઉજ્જવલા કનેક્શન હેઠળ આવરી લેવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં હાલમાં ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. ઉજ્જવલા ગેસ કનેક્શન સ્કીમને પ્રતિસાદ મળી રહ્યો છે.

Related posts

मीटिंग में आएंगे लेकिन फिर से कोई हमला ना हो : अंशु प्रकाश

aapnugujarat

યોગીના આવાસ બહાર પિસ્તોલ સાથે એક જબ્બે

aapnugujarat

अवैध बूचड़खाना चलानेवालों को सबक सिखाने गए थे नंदी बाबा : योगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1