Aapnu Gujarat
બ્લોગ

બાબાસાહેબનો રાજકીય અનુભવ

જે મહામાનવે ૫૦૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદી અપાવી અને આઝાદ ભારતમાં વોટનો અધિકાર અપાવ્યો પણ, એજ અધિકારનો ઉપયોગ બાબાસાહેબને હરાવવામાં થાય, આનાથી મોટું પાપ કયું હોઇ શકે ?

બાબાસાહેબ ૧૯૫૨માં જયારે ચૂંટણીમાં ઉભા હતા અને એમની સામે સમાજનો જ એક માણસ ઉભો રાખવામાં આવ્યો જેનું નામ હતું બોરકર, અને આ બોરકરે કોંગ્રેસમાંથી ચૂંટણી લડીને બાબાસાહેબને હરાવ્યા હતા. ત્યારે બાબાસાહેબે બોરકરને જીતના અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે હવે તમારું કામ શું રહેશે ? ત્યાંરે બોરકરે કહ્યું કે મારી પાર્ટી જે કહેશે એ હું કરીશ. બાબાસાહેબે બીજો પ્રશ્ન કર્યો અને પૂછ્યું તમે સામાન્ય સીટ થી ચૂંટણી લડ્યા છો ? ત્યારે જવાબમાં બોરકરે કહ્યું કે ના સાહેબ હું તો તમારી આપેલી અનામતની સીટ ઉપરથી ચૂંટણી લડ્યો છું.

પછી બાબાસાહેબે બોરકરને ચા પીવડાવી અને વિદાય આપી. આ ઘટના બાબાસાહેબનો સેવક રતું જોઈ રહ્યો હતો અને રતુંએ બાબાસાહેબને પૂછ્યું સાહેબ આપના ચહેરા ઉપર સ્મિત છે પણ આપ ચિંતિત લાગી રહ્યા છો. બાબાસાહેબે જવાબમાં કહ્યું “બોરકર પોતાના સમાજનું નેતૃત્વ કરવાની જગ્યાએ પોતાની પાર્ટીનો હરિજન બની ગયો છે માટે મને સમાજના ભવિષ્યની ચિંતા થાય છે.

અંતમાં સમાજ અને રાજકારણનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ બાબાસાહેબે કહ્યું કે અનામતથી ચૂંટાઈને આવેલા આપણા સમાજના પ્રતિનિધિઓ “સંસદમાં અને વિધાનસભામાં માત્ર બગાસું ખાવા માટેજ પોતાનું મોં ખોલે છે. અને બાબાસાહેબે કહેલી એ વાત આજે ૧૦૦% સત્ય સાબિત થઇ રહી છે.

Related posts

૧૦ પૈકી ૬ અમેરિકી સેક્સ કરતા ઉંઘવાનું પસંદ કરે છે : રિપોર્ટ

aapnugujarat

અરવિંદ કેજરીવાલે તાપણું પેટાવી દીધું છે…..

aapnugujarat

આજનું જ્ઞાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1