Aapnu Gujarat
મનોરંજન

શાહરૂખ ખાન આનંદ એલ.રાયની ફિલ્મમાં ચમકશે

કિંગ શાહરૂખ ખાનની ફિલ્મનુ નામ હવે ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવી શકે છે. શાહરૂખખાનના ચાહકો છેલ્લા કેટલાક દિવસથી ફિલ્મના નામને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, તેના ચાહકો માટે સારા સમાચાર એ છે કે નવા વર્ષમાં શાહરૂખખાનની ફિલ્મ રજૂ થનાર છે. આનંદ એલ. રાય ફિલ્મ બનાવી રહ્યા છે. શાહરૂખખાન ફિલ્મમાં પ્રથમ વખત એક નવા અવતારમાં નજરે પડનાર છે. તેની સાથે ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કેટરીના કેફ કામ કરી રહી છે. આ બન્ને અભિનેત્રી શાહરૂખ ખાનની સાથે અગાઉ પણ કામ કરી ચુકી છે. કેટરીના કેફ માટે સારા સમાચાર એ છે કે તે એક ફિલ્મમાં આમીર ખાન સાથે અને એક ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે કામ કરી રહી છે. સલમાન ખાનની સાથેની તેની ફિલ્મ ટાઇગર જિન્દા હે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ટ્‌વીટર પર ફિલ્મની જાહેરાત થયા ાદ વધારે વિગત જાહેર કરવામાં આવનાર છે. શાહરૂખ ખાન અને કેટરીના કેફ અગાઉ જબ તક હે જાન ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ યશરાજની હતી અને રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. શાહરૂખ ખાન પોતાની આ ફિલ્મને લઇને આશાવાદી છે. અનુષ્કા શર્મા પણ પોતાની ફિલ્મને લઇને ખુશ છે. અનુષ્કાએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત શાહરૂખ ખાનની સાથે જ કરી હતી. રબને બનાદી જોડી સાથે અનુષ્કા શર્માએ કેરિયર શરૂ કરી હતી. લગ્ન થયા બાદ અનુષ્કા પ્રથમ વખત કોઇ મોટી ફિલ્મમાં નજરે પડી રહી છે. અનુષ્કાએ હાલમાં જ વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. કેટરીના હાલમાં સલમાન સાથે પાર્ટીમાં ઉજવણી કરી રહી છે. આનંદ એલ રાય શાહરૂખ ખાન સાથેની ફિલ્મને લઇને ભારે આશાવાદી છે.

Related posts

દીપિકા લેડી ડોનની ભૂમિકા અદા કરશે

aapnugujarat

નવી બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મમાં શ્રદ્ધા કપુર રહેશે

aapnugujarat

रिया के पिता पर भड़की काम्या

editor

Leave a Comment

UA-96247877-1