Aapnu Gujarat
ગુજરાત

ભરતસિંહ સોલંકીએ ૧૮૨ ઉમેદવારોને પત્ર લખ્યો, પક્ષ વિરુદ્ધ કામ કરનારા કાર્યકર્તાઓની માંગી માહિતી

કોંગ્રેસ પાર્ટીના આંતરિક અસંતોષને કારણે જ ગુજરાતમાં સરકાર બનાવવાનું કોંગ્રેસનું સપનું રોળાઈ ગયું છે. વિધાનસભા ચૂંટણી બાદ પક્ષે હવે બળવાખોરી પ્રવૃત્તિ કરનારા લોકો સામે આકરા પગલા લેવાનું નક્કી કર્યુ છે. મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને ચેતવણી આપી હતી કે પક્ષ વિરુદ્ધ કામ કરનારા કાર્યકર્તાઓ વિરુદ્ધ આકરા પગલા લેવાશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના તમામ ૧૮૨ ઉમેદવારોને પત્ર લખી ચૂંટણી દરમ્યાન પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા લોકો અંગે રિપોર્ટ માંગ્યો છે.
આ રિપોર્ટ આવ્યા બાદ પક્ષની વિરૂદ્ધ કામ કરનારા કાર્યકર્તાઓ સામે પગલાં લેવામાં આવશે.  ભરતસિંહ સોલંકીએ લખેલા પત્રમાં પક્ષ માટે સારુ કામ કરનારા કાર્યકર્તાઓ અંગે પણ અભિપ્રાય માંગવામાં આવ્યો છે.  મહત્વપૂર્ણ છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષની શિસ્તનું ઉલ્લંઘન કરનારા સામે પગલાં ભરવા ટકોર કરી હતી.

Related posts

વિજાપુર એસ.પી.જી. ગ્રુપ દ્વારા લવ જેહાદ મામલે આવેદનપત્ર સોંપાયુ

editor

વિકાસને વેગવંતો બાનવવા આયોજન અને દેખરેખ માટે જી.આઈ.એસ. સબળ માધ્યમ છે : જોઈન્ટ સેક્રેટરી સ્મિતા કુમાર

aapnugujarat

अहमदाबाद शहर में मलेरिया-जहरीले मलेरिया के १६ दिन में ८५० से अधिक केस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1