Aapnu Gujarat
ગુજરાત

વિકાસને વેગવંતો બાનવવા આયોજન અને દેખરેખ માટે જી.આઈ.એસ. સબળ માધ્યમ છે : જોઈન્ટ સેક્રેટરી સ્મિતા કુમાર

સમતોલ વિકાસ માટે સરકારી યોજનાઓ અને સેવાઓને ડિજીટલ માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે જી.આઈ.એસ. ટેક્નોલોજીનાં ઉપયોગથી વ્યવસ્થાપન અને દેખરેખ માટે સુરતના સિટી સાયન્સ સેન્ટર ખાતે ઈનોવેટિવ યુઝ ઓફ જી.આઈ.એસ. ટેકનોલોજી ઇન ગવર્નન્સવિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. સુરત મહાનગરપાલિકા અને મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલ, પબ્લિક ગ્રીવન્સીસ એન્ડ પેન્શન, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પરિસંવાદમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ રાજ્યો દ્વારા જી.આઈ.એસ. ના ડિજીટલ માધ્યમ આધારિત ઈનોવેટિવ મોડેલનો ઉપયોગ કરીને મેળવેલી સફળતાના અનુભવો-વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.

સુરત મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એન. થેન્નારસને સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, જી.આઈ.એસ.ની આધુનિક કમ્પ્યુટરાઇઝેશન સિસ્ટમ થકી સુરત શહેરમાં શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઈટ, વિવિધ પ્રમાણપત્રોની ઓનલાઈન પ્રાપ્તિ, બિલ્ડીંગનું બાંધકામ, રોડરસ્તા, સુએઝ લાઈન, કરવેરાની ઓનલાઈન ચુકવણી વિગેરે જેવી સેવાઓમાં પાલિકાએ નોંધપાત્ર સફળતા મેળવી છે. લોકોના સમય અને નાણાં બચાવતી આ ટેકનોલોજીનો મનપાએ વર્ષ ૨૦૧૩થી જ ઉપયોગ શરૂ કરી દીધો હતો.

આ પ્રસંગે કેન્દ્ર સરકારના જોઈન્ટ સેક્રેટરી સ્મિતા કુમારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, જી.આઈ.એસ. ટેક્નોલોજી આધારિત આયોજનમાં ગુજરાતના સુરત શહેરે હરણફાળ ભરી છે. અન્ય રાજ્યોને સુરત મહાનગરપાલિકાએ વિકસાવેલ ડિજીટલ પ્લેટફોર્મથી પ્રેરણા મળશે. રાજ્યમાં ટકાઉ અને સમતોલ વિકાસને વેગવંતો બાનવવા આયોજન અને દેખરેખ માટે જી.આઈ.એસ. સબળ માધ્યમ છે.

હિમાચલપ્રદેશના સેક્રેટરી કવિતા પૂરીએ જી.આઈ.એસ. ટેક્નોલોજી રાજ્યની વિકાસની પ્રક્રિયામાં વેગ લાવવામાં ઉપયોગી બની રહે છે તે બાબતની છણાવટ કરી હતી. આ પ્રોજેક્ટનાં સફળ અમલીકરણ માટે મધ્યપ્રદેશ જેવા રાજ્યનાં અનુભવો જણાવ્યાં હતાં. આ સેમિનારમાં સુરત મહાનગર પાલિકાના વિવિધ વિભાગોનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્પીપાના ડાયરેક્ટરશ્રી કે.એમ. ભીમજીયાણી, સિટી પ્રાંતશ્રી બી.એસ.પટેલ સહિત સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ, વિવિધ શૈક્ષણિક ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ત્રણ માસમાં ૧૫.૫૩ લાખની બોગસ નોટો જમા

aapnugujarat

જનમિત્ર કાર્ડ યોજના ખાનગી બેંકને કરોડોનો લાભ કરાવશે : કોંગ્રેસ

aapnugujarat

મુખ્યમંત્રીએ ૧૦૦૦ સરકારી સ્કૂલોમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટનું કર્યું ઈ – લૉન્ચિંગ

editor

Leave a Comment

UA-96247877-1