Aapnu Gujarat
ગુજરાત

કિશોરીને ઘરે પરત પહોંચાડતી ૧૮૧, મહિલા હેલ્પ લાઇન ટીમ વડોદરા

આજ રોજ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન માંથી એક સિક્યુરીટીનો કોલ આવ્યો હતો કે અંદાજે ૧૦-૧૨ વર્ષની એક કિશોરી સવારથી અહીં બસ સ્ટેશનમાં બેસી રહી છે અને રડ્યા કરે છે તેને મદદ કરવા અપીલ કરી હતી.

કોલ મળતાની સાથે જ સયાજીગંજ અભયમ રેસ્ક્યુવાન તાત્કાલિક દર્શાવેલ સ્થળે પહોંચી હતી અને કિશોરીને મળી હતી. આ કિશોરી ખૂબજ ડરી ગઇ હોવાથી કંઇ જવાબ આપી શકતી ન હતી તેથી કાઉન્સેલરે તેને સાંત્વના આપી, ચા-નાસ્તો કરાવી પોતાની સાથે લીધી હતી. આ કિશોરી સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યુ કે છોટાઉદેપુર બાજુના ગામની વતની છે નાની ઉંમરમાં તેના પિતાનુ અવસાન થતા તેની માતાએ બીજા લગ્ન કર્યા હતાં. જેથી એકલી પડેલ આ કિશોરીના તેના મામા કદવાલ તેમની સાથે લઇ ગયા હતા જ્યાં ધોરણ-૨ સુધી તેને ભણાવી હતી અને સાથે સાથે ઘરનું કામ પણ કરતી હતી. આજ રોજ તેના મામાએ તેને જણાવ્યુ હતું કે આગળ ભણવા માટે વડોદરા જઇશુ તેમ કહીં તેને વડોદરા સાથે લઇ આવ્યા હતાં અને સેન્ટ્રલ બસ સ્ટેશન વડોદરા એસ.ટી.માંથી ઉતરી કિશોરીને જણાવેલ કે તારા માટે કંઇ નાસ્તો લઇ આવુ છુ અહીંયા બેસજે. સવારથી સાંજ સુધી તે પરત ન આવતા તે રડવા લાગી હતી જેથી સિક્યુરીટી સ્ટાફે ૧૮૧, મહિલા હેલ્પ લાઇનને જાણ કરી હતી. કિશોરી સ્વસ્થ થતા તેના ગામનું વર્ણન કરતાં, ટીમ દ્વારા છોટાઉદેપુર વિસ્તારના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં ગામ મળી આવ્યુ હતું જેથી ગામના સરપંચનો સંપર્ક કરી આ બાબતે વાતચીત કરી હતી. સરપંચ દ્વારા તેના બીજા મામા તે ગામમાં રહે છે તેને બોલાવવામાં આવ્યા હતાં પરંતુ તેણે જણાવેલ કે રાત્રિ થઇ ગઇ છે તથા મારી પાસે વડોદરા જવા-આવવાનું મુસાફરી ભાડુ નથી જેથી વડોદરા રેસ્ક્યુવાને છોટાઉદેપુર સ્થિત રેસ્ક્યુવાનને આકિશોરી સોંપી, બંનેના સંકલન દ્વારા મોડીરાતે કિશોરીને ગામે પહોંચાડી હતી. આ કામગીરી સફળ બનાવવામાં સરપંચશ્રી અને પોલીસ તરફથી ખુબજ સહયોગ મળ્યો હતો.

ટીમ દ્વારા જણાવ્યુ હતું કે સરકારશ્રી દ્વારા કન્યા છાત્રાલય તથા મફત રહેવા-જમવાની તથા અભ્યાસની વ્યવસ્થા હોય છે જેમા તેને મૂકી આગળ અભ્યાસ કરાવવા માહિતી આપી હતી.

Related posts

प्लेन हाईजैक करने की धमकीभरे पत्र मामले में सल्ला को रिमांड पर लेने की मांग कोर्टने अस्वीकार की

aapnugujarat

સેટેલાઇટ ગેંગરેપ : આરોપી શખ્સો સામે કોઇ પુરાવા નહીં

aapnugujarat

યોગી આદિત્યનાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1