Aapnu Gujarat
ગુજરાત

વીએસમાં મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનાં મામલે ૭૮ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષે કરેલો આક્ષેપ

શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી વી.એસ.હોસ્પિટલના પરિસરમાં રૂપિયા ૪૫૦ કરોડના અંદાજિત ખર્ચ સાથે ૧૯ માળની બનાવવામાં આવેલી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના બાંધકામમાં રૂપિયા ૭૮ કરોડની રકમનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે વિપક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પુછવામાં આવતા તેઓ પણ સંતોષકારક જવાબ આપી ન શકતા વિપક્ષે સમગ્ર કૌભાંડમાં વિજિલન્સ તપાસની માંગ કરવાની સાથે તપાસ પુરી ન થાય ત્યાં સુધી તમામ કોન્ટ્રાકટરોના પેમેન્ટ અટકાવવાની માગણી કરી છે જો આ મામલે તાકીદે પગલા લેવામા નહી આવે તો કોર્ટનો સહારો લેવાની પણ ચીમકી આપવામાં આવી છે.આ અંગે વિપક્ષનેતા દિનેશ શર્માએ કહ્યુ કે,૧૯ માળની આ હોસ્પિટલના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ ત્યારે આરસીસી વર્કનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતુ.વર્ષ-૨૦૧૨માકન્સલટન્ટં આર્ચી મેડીસે ટેન્ડર બહાર પાડયુ હતુ જેમાં પટેલ ઈન્ફ્રાને ૫૩ કરોડનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.સાત માસ બાદ ટેન્ડરમાં ફેરફાર કરીને રૂપિયા ૫૬.૧૬ કરોડનો વધારો આપી દેવાયો હતો જે પાછળ કારણ એમ દર્શાવવામા આવ્યુ હતુ કે,નવી હોસ્પિટલ એમસીઆઈના નિયમ મુજબ નહી પરંતુ જેસીઆઈના નિયમો મુજબ બનાવવાની થાય છે.આમ સાત માસમાં રૂપિયા ૫૬.૧૬ કરોડનો વધારો થતા માત્ર આરસીસી કામનો ખર્ચ રૂપિયા ૧૦૮.૧૬ કરોડનો થઈ ગયો હતો.આ મામલે મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટના શાસકોએ સ્ટેન્ડિંગ કમિટી કે મ્યુનિ.બોર્ડની મંજુરી મેળવવાની પણ તસ્દી લીધી ન હતી.વર્કમાં વધારો થવાની સાથે સ્ટીલ સ્ટ્રકચર સહિત અન્ય ડિઝાઈનમાં ફેરફાર થતા સ્ટીલ સ્ટ્રકચરનો ખર્ચ કે જે અગાઉ રૂપિયા ૯૯.૯૨ કરોડ હતો તેમાં સીધો રૂપિયા ૮.૮૮ કરોડનો વધારો થયો હતો.આ કામ પણ બારોબાર કોન્ટ્રાકટરને આપી દેવામા આવ્યુ હતુ.સીવીલ ફીનીસીંગનુ કામ આ કોન્ટ્રાકટરને પહેલા રૂપિયા ૯૭.૭૧ કરોડમાં આપવામાં આવ્યા બાદ પાછળથી રૂપિયા ૧૩.૬૫ કરોડનો વધારો આપવામા આવ્યો હતો.આમ ત્રણ કામમા રૂપિયા ૭૮ કરોડ જેટલી જંગી રકમનો લાભ કોન્ટ્રાકટરને આપી દેવામાં આવ્યો છે.આ મામલે આજે મળેલી મેટની બેઠકમાં ઉગ્ર રજુઆત કરવામા આવી હતી.મેટના અધ્યક્ષ કમિશનર એક પણ બાબતનો સંતોષકારક જવાબ આપી ન શકતા વિપક્ષ દ્વારા આ મામલે વિજિલન્સ તપાસની માગણી કરવામા આવી છે આ ઉપરાંત તપાસ પુરી ન થાય ત્યાં સુધી તમામ પેમેન્ટ અટકાવી દેવાની પણ માગણી કરવામા આવી છે જો આમ કરવામા નહી આવે તો કોર્ટનો સહારો લેવાની પણ વિપક્ષ દ્વારા ચીમકી આપવામા આવી છે.

Related posts

વીરપુરમાં દીપડાએ બાળકી પર કર્યો હુમલો

aapnugujarat

પાટીદારોની ચાર માંગણીને કોંગ્રેસે સ્વીકારી

aapnugujarat

Gujarat court issues summons to Rahul Gandhi for 2 defamation cases

aapnugujarat

Leave a Comment

UA-96247877-1