Aapnu Gujarat
બ્લોગ

વર્ષ ૨૦૧૭માં કોહલી, રોહિત, ધોની, પૂજારા છવાયા

વર્ષ ૨૦૧૭ની પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે વર્ષ ૨૦૧૭માં ભારતીય ક્રિકેટને એક પછી એક સફળતાઓ હાથ લાગી છે. ભારતીય ટીમે નોંધપાત્ર દેખાવ કરીને વિશ્વની તમામ ટીમોને ઘરઆંગણે કારમી હાર આપીને વર્ચસ્વ જમાવ્યું હતું. વર્ષ ૨૦૧૭માં ભારતીય ક્રિકેટ ટીમનો દેખાવ શ્રેષ્ઠ રહ્યો હતો. ૨૦૧૭માં ભારતીય ક્રિકેટ નીચે મુજબ છે.
ક્રિકેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રભુત્વ
વર્ષ ૨૦૧૭માં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો રહ્યો છે. વિશ્વ ક્રિકેટમાં ભારતીય ટીમે ડંકો વગાડ્યો છે. ઘરઆંગણે તમામ ટીમોને પછડાટ આપી હતી. છેલ્લે શ્રીલંકા ઉપર જીત મેળવી હતી. વર્ષની છેલ્લી શ્રેણીની છેલ્લી મેચમાં ભારતે કેટલાક ઉતારચઢાવ જોયા બાદ શ્રીલંકા પર પાંચ વિકેટે જીત મેળવી શ્રેણી ૩-૦તી જીતી લીધી હતી. ભારતીય ટીમે સમગ્ર વર્ષ દરમિયાન જોરદાર દેખાવ કર્યો હતો. વર્ષ ૨૦૧૭માં કુલ ૩૭ મેચો જીતીને ભારતીય ટીમ દુનિયાની સૌથી વધારે મેચ જીતનાર બીજા નંબરની ટીમ બની ગઇ છે. આ મામલેમાં રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામ પર રહ્યુ છે. ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૩માં સ્ટીવ વોગના નેતૃત્વમાં ૩૮ મેચો જીતીને રેકોર્ડ સર્જયો હતો. જે હજુ સુધી તુટી શક્યો નથી. ટેસ્ટ ક્રિકેટમાીં જોરદાર દેખાવ વર્ષ ૨૦૧૬માં રહ્યો હતો. એ વખતે ભારતે કોઇ પણ ટેસ્ટમાં હાર ખાધા વગર આ વર્ષે સાત ટેસ્ટ મેચોમાં જીતની સામે નવ ટેસ્ટમાં જીત હાંસલ કરી હતી. વનડે મેચોમાં આ વખતે ટીમે ૨૧ મેચો જીતી છે. જ્યારે વર્ષ ૨૦૧૩માં ૨૨ અને વર્ષ ૧૯૯૮માં ૨૪ મેચો જીતી હતી. ટી-૨૦ ની વાત કરવામાં આવે તો પણ આ વર્ષે નવ જીતની સામે વર્ષ ૨૦૧૬માં ભારતે ૧૫ મેચોમાં જીત હાંસલ કરી હતી. ટીમમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્રસિંહ ધોની જેવા ખેલાડી એવા છે જે વિશ્વમાં પોતાની ધાક જમાવી ચુક્યા છે. રોહિત શર્માએ તો વન ડે ક્રિકેટમાં ત્રણ વખત બેવડી સદી કરીને તમામને ચોંકાવી દીધા છે. હાલમાં તે વિરાટ કરતા પણ વધારે જોરદાર ફોર્મમાં દેખાઇ રહ્યો છે. ઘરઆંગણે શાનદાર દેખાવ કરવામાં આવ્યા બાદ ભારતીય ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે કે વિદેશી મેદાનમા પણ નવા વર્ષે ભારતીય ટીમ જોરદાર દેખાવ કરશે.
વિરાટ કોહલીનું વિરાટ પ્રદર્શન
વિરાટ કોહલીએ વર્ષ ૨૦૧૭માં વિરાટ પ્રદર્શન કરીને કરોડો ક્રિકેટ પ્રેમીઓને રોમાંચિત કર્યા હતા. ૨૦૧૭ તેના માટે ભાગ્યોદયના વર્ષ તરીકે રહ્યું છે. એકબાજુ કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ સળંગ નવ ટેસ્ટ શ્રેણી જીતવાના ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગના રેકોર્ડની બરોબરી કરી હતી. બીજી બાજુ બેટિંગમાં પણ તેનો દેખાવ દરખમ રહ્યો હતો. છ બેવડી સદી સાથે કેપ્ટન તરીકે સૌથી વધુ પાંચ બેવડી સદીના બ્રાયન લારાના રેકોર્ડને તે તોડવામાં પણ સફળ રહ્યો છે. વિરાટ કોહલીએ ૨૦૧૭માં વનડે, ટેસ્ટ અને ટ્‌વેન્ટી ક્રિકેટમાં પોતાની ધાક જમાવી હતી અને ત્રણેય ફોર્મેટમાં કુલ ૨૮૧૮ રન બનાવ્યા છે. તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ઉભર્યો છે. વનડે ક્રિકેટમાં કેપ્ટન તરીકે પણ તે છવાયેલો રહ્યો હતો. ૨૦૧૭માં સૌથી વધુ ૧૪૬૦ રન બનાવ્યા છે જેમાં છ સદીનો સમાવેશ થાય છે. તેના ધરખમ દેખાવને જોતા તમામ ક્રિકેટ પ્રેમીઓ માની રહ્યા છે કે, વિરાટ કોહલી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડને સરળતાથી તોડીને આગળ વધી જશે. હજુ પાંચ છ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી રમનાર છે. એંગ્રી યંગમેન કોહલી એક પછી એક સિદ્ધિઓ હાસલ કરી રહ્યો છે. તેના માટે ૨૦૧૭ શ્રેષ્ઠ વર્ષ તરીકે રહ્યું છે. એક પછી એક સિદ્ધિઓ તેના બેટ દ્વારા નોંધાઈ છે.
અનુષ્કા સાથે વિરાટના લગ્ન
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. આખરે આ બંનેએ પ્રેમ સંબંધોનો અંત લાવીને વર્ષના અંત સુધી ઇટાલીમાં જઇને લગ્ન કરી લીધા હતા અને તમામ ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા હતા. ઇટાલીમાં લગ્ન કર્યા બાદ બંનેએ ફોટાઓ પણ વાયરલ કર્યા હતા. લગ્ન અંગેની વાત દેશભરમાં અને વિદેશમાં જાહેર થઇ ગયા બાદ દિલ્હી આવીને લગ્ન અંગેની પાર્ટી કરી હતી. મુંબઈમાં પણ પાર્ટી યોજી હતી. બંને જગ્યાઓએ આયોજિત લગ્ન અંગેની ભવ્ય પાર્ટીમાં બોલીવુડ અને રાજકારણીઓ તેમજ ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. પાર્ટીઓનો દોર સતત બે દિવસ ચાલ્યો હતો. વિરાટની પાર્ટીમાં શાહરુખ ખાનથી લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના તમામ લોકો પહોંચ્યા હતા.
રોહિત શર્માની ત્રણ બેવડી સદી
૧૩મી ડિસેમ્બરના દિવસે મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસીએશન મેદાન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે શ્રીલંકા ઉપર ૧૪૧ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૩૯૨ રનનો જંગી જુમલો ખડક્યો હતો. ભારત તરફથી રોહિત શર્માએ ફરી એકવાર અણનમ બેવડી સદી ફટકારી હતી. કેપ્ટન તરીકે રોહિત શર્માએ ૧૫૩ બોલામાં ૧૩ ચોગ્ગા અને ૧૨ છગ્ગા સાથે ૨૦૮ રન ફટકાર્યા હતા. મેન ઓફ દ મેચ રહેલા રોહિત શર્માએ ધરખમ દેખાવ કર્યો હતો. હિટમેનના નામથ લોકપ્રિય રોહિત શર્માએ વનડે કેરિયરની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્મા કેરિયરમાં ત્રણ બેવડી સદી ફટકારી ચુક્યો છે. મોહાલીમાં બેવડી સદી ફટકાર્યા બાદ ત્રણ બેવડી સદી ફટકારનાર તે એકમાત્ર ખેલાડી બની ગયો હતો. રોહિત શર્માના આજે લગ્નની વર્ષગાંઠ પણ હતી. મોહાલી વનડેમાં બેવડી સદી ફટકારીને રોહિતે પત્નિ રિતીકાને વર્ષગાંઠની ભેંટ આપી હતી. આજથી બે વર્ષ પહેલા રોહિતના લગ્ન થયા હતા. શ્રીલંકાની સામે વનડે કેરિયરની બીજી બેવડી સદી ફટકારી છે. તે અગાઉ પણ શ્રીલંકા સામે બેવડી સદી કરી ચુક્યો છે.
રોહિતે આ અગાઉ બે બેવડી સદી ફટકારી છે. કોલકાતાના ઇડન ગાર્ડન ઉપર ૨૬૪ રનની ઇનિંગ્સ રમી હતી જ્યારે ઓસ્ટ્રેલિયાની સામે બીજી નવેમ્બર ૨૦૧૩ના દિવસે બેંગ્લોરમાં ૨૦૯ રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં અભૂતપૂર્વ રેકોર્ડ સર્જ્યો છે જે કોઇ તોડી શકે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.
રોહિતની સૌથી ઝડપી ટ્‌વેન્ટી સદી
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ૨૨મી ડિસેમ્બરના દિવસે વધુ એક સિદ્ધિ હાસલ કરી હતી. રોહિત શર્મા ટ્‌વેન્ટી ક્રિકેટમાં પણ સૌથી ઝડપથી સદી કરવાના રેકોર્ડ સુધી પહોંચી ગયો હતો રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. રોહિત શર્માએ માત્ર ૩૫ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૧૦ છગ્ગાની મદદથી આ રેકોર્ડ સિદ્ધિ હાસલ કરી હતી. ડેવિડ મિલરે પણ આ વર્ષે ૨૯મી ઓક્ટોબરના દિવસે બાંગ્લાદેશની સામે ૩૫ બોલમાં સદી ફટકારી હતી. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રોહિત શર્માએ ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી હતી. આ મેચમાં રોહિતે ૧૨ ચોગ્ગા અને ૧૦ છગ્ગા સાથે ૧૧૮ રન ૪૩ બોલમાં બનાવ્યા હતા. જો કે, સદી ૩૫ બોલમાં પુરી કરી હતી. આ અગાઉ ટ્‌વેન્ટી ક્રિકેટમાં ભારત તરફથી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ રાહુલના નામ ઉપર હતો. રાહુલે વિન્ડિઝ સામે લોન્ડરહિલ્સમાં ૪૬ બોલમાં સદી કરી હતી. ટ્‌વેન્ટી ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ક્રિસ ગેઇલના નામ ઉપર છે. ગેઇલે ૩૦ બોલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા પુણે સામે સદી ફટકારી હતી.
મહેન્દ્રસિંહ ધોનીનો ક્રિકેટ ક્રેઝ અકબંધ
મહેન્દ્રસિંહ ધોનીએ ભારતને ટ્‌વેન્ટી અને વનડે ક્રિકેટમાં એક પછી એક સફળતા અપાવ્યા બાદ કેપ્ટનશીપ ગુમાવી હતી પરંતુ તેના શાનદાર ફોર્મના કારણે તેની ચર્ચા વિશ્વ ક્રિકેટમાં અકબંધ રહી હતી. શિસ્ત અને ફિટનેટના કારણે પણ તેની બોલબાલા રહી હતી. વનડે ક્રિકેટ અને ટ્‌વેન્ટી ક્રિકેટમાં સતત સારા દેખાવના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં ધોની ફિનિશર તરીકે લોકપ્રિય રહ્યો છે. વનડે અને ટ્‌વેન્ટી ટીમમાંથી કેપ્ટનશીપ પણ હવે છોડી દીધી છે. હવે માત્ર એક બેટ્‌સમેન તરીકે ક્રિકેટમાં રમી રહ્યો છે. વર્ષ ૨૦૧૯ના વર્લ્ડકપ સુધી તે ક્રિકેટમાં રમે તેવી શક્યતા પ્રબળરીતે દેખાઈ રહી છે.
જાડેજા અને અશ્વિનની જોડી છવાઈ
ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનની જોડીએ ભારતને અનેક ટેસ્ટ મેચોમાં વર્ષ ૨૦૧૭માં પણ જીત અપાવી હતી. જાડેજા અને અશ્વિને શાનદાર પ્રદર્શન મારફતે વિશ્વની મોટી ટીમો સામે ભારતને જીત અપાવી હતી. ઓલરાઉન્ડરમાં પણ રવિન્દ્ર જાડેજા અને અશ્વિને સ્થાન મેળવવામાં સફળતા મેળવી હતી. અશ્વિને ૨૦૧૭માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપથી ૩૦૦ વિકેટની સિદ્ધિ પુરી કરી હતી અને ડેનિસ લીલીના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. ઇંગ્લીશ કાઉન્ટી ક્રિકેટમાં પણ તેનો જોરદાર દેખાવ રહ્યો હતો.
પુજારાનો સતત સારો દેખાવ
ભારતના આધારભૂત બેટ્‌સમેન ચેતેશ્વર પુજારાએ સતત સારા દેખાવના કારણે ક્રિકેટ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં તે સતત સારો દેખાવ કરી શક્યો છે. પીચ ઉપર ટકી રહેવા માટે જાણીતા પુજારાએ ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયા સામે બેવડી સદી ઉપરાંત કુલ ચાર સદી ફટકારીને ટીમ ઇન્ડિયાના આધારભૂત બેટ્‌સમેન તરીકે સ્થાન જાળવવામાં સફળતા મેળવી હતી. સ્થાનિક ક્રિકેટમાં પણ તેનો દેખાવ ધરખમ રહ્યો છે.
રવિ શાસ્ત્રીની કોચ તરીકે એન્ટ્રી
ભારતના મહાન સ્પીનર અનિલ કુંબલેની કોચ તરીકે હકાલપટ્ટી કરવામાં આવી હતી. વિરાટ કોહલી સાથે સતત ખરાબ સંબંધોના પરિણામ સ્વરુપે આખરે અનિલ કુંબલેને કોચ પદ ગુમાવવાની ફરજ પડી હતી. બીજી બાજુ વિરાટ સાથે સારા સંબંધ ધરાવનાર રવિ શાસ્ત્રીનીકોચ તરીકે એન્ટ્રી થઇ ગઇ છે. શાસ્ત્રીને ફરી કોચ તરીકેની જવાબદારી મળ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં આ વિષયને લઇને સતત ચર્ચા જોવા મળી છે.
હાર્દિક પંડ્યા અને બુમરાહ આશાસ્પદ સ્ટાર
ભારતીય ક્રિકેટ ટીમમાં હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુક્યા છે.
ટ્‌વેન્ટી અને વનડે ક્રિકેટમાં આ બંને ખેલાડીઓનો દેખાવ સતત સારો રહ્યો છે. પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યાએ વર્લ્ડકપની ફાઈનલમાં રમેલી ઇનિંગ્સને ક્રિકેટ ચાહકો ભુલી શક્યા નથી. આ ઉપરાંત પણ તે સતત સારો દેખાવ કરતો રહ્યો છે.

Related posts

વિરેશે સાચા પ્રેમની તાકાતથી આખરે બાળપણથી ચાહેલી વૈશાલીને જીવનસાથી બનાવી

aapnugujarat

ભારતમાં દુનિયાનું સૌથી ખતરનાક કોરોના વેરિએન્ટ

editor

evening tweets

aapnugujarat

Leave a Comment

UA-96247877-1