Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અહેમદ પટેલ-તેમના પરિવાર ઉપર ઇડીની તપાસની તલવાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, તેમના પુત્ર ફેજલ પટેલ અને જમાઇ ઇરફાન સિદ્ધીકી પર એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટનો સકંજો મજબુત કરવામાં આવી શકે છે. હકીકતમાં મની લોન્ડરિંગના કેસમાં ઇડીની પુછપરછમાં એક કોર્પોરેટ કારોબારીએ તેમના નામનો ઉલ્લેખ કર્યો છે. સંદેસરા ગ્રુપના કારોબારી સુનિલ યાદવે ઇડીને પુછપરછમાં કહ્યુ છે કે આ ગ્રુપના માલિક ચેતન સંદેસરા અને તેમના સાથી ગગન ધવને સિદ્ધીકીને ખુબ જંગી રોકડ રકમ આપી હતી. યાદવે ઇડીને એમ પણ કહ્યુ છે કે તેઓએ ફેજલ પટેલના ડ્રાઇવરને રોકડ રકમ આપી હતી. તેની ડિલિવરી ચેતન સંદેસરાની તરફથી અહેમદ પટેલને આપવામાં આવનાર હતી. યાદવના લેખિત નિવેદનમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચેતન સંદેસરા સામાન્ય રીતે અહેમદ પટેલના આવાસ પર જતા રહે છે. સંદેસરા દ્વારા આને હેડક્વાર્ટસ ૨૩ કહે છે. યાદવે કહ્યુ છે કે સિદ્ધીકીને જે ટુ અને ફેજલને જે વન તરીકે બોલાવવામાં આવે છે. યાદવ દ્વારા ઇડીને આપવામાં આવેલી નકલમાં પણ ધ્યાન આપવામા ંઆવ્યુ છે. બીજી બાજુ ઇડીના અધિકારીઓઅ હાલમાં કાઇ માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. બીજી બાજુ અહેમદ પટેલે કહ્યુ છે કે તેઓ હાલમાં આ મામલે કોઇ ટિપ્પણી કરવા માટે ઇચ્છુક નથી. સિદ્ધીકી પોતે પત્રકારો સાથે વાત કરી શકે છે.અહેમદ પટેલનુ નામ આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. ખાસ કરીને કોંગ્રેસના નેતાઓ આને લઇને ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે.

Related posts

રેપ કેસમાં રામ રહીમ દોષિત જાહેર : હિંસામાં ૩૦નાં મોત

aapnugujarat

મેગીમાં સોલ્ટ પ્રમાણમાં ૧૦ ટકા કાપ મુકવાનો નિર્ણય

aapnugujarat

सितंबर में EPFO ने किया 14.9 लाख नया पंजीयन

editor

Leave a Comment

UA-96247877-1