Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ખેડૂતોની વસ્તીમાં ૯૦ લાખ સુધીનો ઘટાડો : અહેવાલ

દેશમાં ખેડૂતોની વસ્તીમાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૦૧ની સરખામણીમાં ખેડૂતોની સંખ્યામાં આશરે ૯૦ લાખનો ઘટાડો થયો છે. ચાર દશકમાં પ્રથમ વખત ખેડૂતની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાતા સરકારની ચિંતા વધી ગઈ છે. વસ્તી ગણતરી સાથે સંબંધિત આંકડાઓ જારી કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું છે કે કુલ વર્કર્ફોર્સ પૈકી સિંચાઈ સાથે સંકળાયેલા ખેડૂતોમાં ઉલ્લેખનીય ઘટાડો થઈ રહ્યો છે. ૧૯૭૧ બાદથી પ્રથમ વખત ખેડૂતોની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો છે. રજિસ્ટ્રાર્ડ જનરલ ઓફ ઇન્ડિયાની ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે સાક્ષરતાનો દર અને સેક્સ રેસિયો પણ બદલાયો છે. ભારતની વસ્તી, સાક્ષરતાનો દર અને સેક્સ રેસિયો માટે અંતિમ આંકડા આપનાર વસ્તી ગણતરીના આ આંકડામાં વિગતવાર માહિતી આપવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે વર્કરોને ચાર ઓદ્યોગિક કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા છે જેમાં સિંચાઈ કરનારાઓ, કૃષિ લેબર, હાઉસ હોલ્ડ ઇન્ડસ્ટ્રી વર્કરો અને અન્યોનો સમાવેશ થાય છે. સિંચાઈ કરનારાઓ બીજા સૌથી મોટા ગ્રૂપ તરીકે છે અને તેની સંખ્યા ૧૧૯ મિલિયનની આસપાસની છે પરંતુ કુલ વર્કફોર્સ પૈકી ચોથા ભાગ કરતા પણ ઓછા વર્કરોની સંખ્યા ઘટી છે. વર્ષ ૨૦૦૧ની સરખામણીમાં ટકાવારી ઘટતાં સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે. છેલ્લા ૫૦ વર્ષમાં કુલ વસ્તી પૈકી ખેડૂતોની સંખ્યા સ્થિર રીતે ઘટી રહી છે પરંતુ આંકડાકીય દૃષ્ટિએ જોવામાં આવે તો આ સંખ્યા વધુ પ્રમાણમાં ઘટી છે. અગાઉના દશકોમાં કૃષિ મજૂરોમાં વધારો થયો હતો. હવે ૧૧૪ મિલિયન કૃષિ મજૂરો છે જે કુલ વર્કર વસ્તીના ૩૦ ટકાની આસપાસ છે જે ૨૦૦૧માં ૨૬.૫ ટકા હતી. કૃષિ લેબરમાં વધારો થવા માટે કેટલાક કારણો જવાબદાર છે જે પૈકી ઉત્તરોઉત્તર સમયગાળાનો જમીન જાળવતા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે. સિંચાઈ કરનારાઓ અને કૃષિ મજૂરો વચ્ચે કૃષિમાં ૨૬૩ મિલિયન લોકો કામ કરી રહ્યા છે જે પૈકી તમામ લોકો પૈકી અડધા છે. કૃષિને પ્રોત્સાહન આપવા માટે સરકાર વારંવાર ફાળવણીમાં વધારો કરે છે. અન્ય પગલાં પણ લે છે. છતાં કૃષિ કરનાર લોકોની સંખ્યા ઘટી રહી છે. ભારત મુખ્ય રીતે કૃષિ ઉપર આધારિત દેશ છે આવા સમયમાં ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થવાની બાબત ગંભીર ચિત્ર રજૂ કરે છે.

Related posts

અદાણી, મોંઘવારી સહિત ૯ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચાની સોનિયાની માંગ

aapnugujarat

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હવે બ્રિટનના ચલણી સિક્કાઓ પર પણ જોવા મળશે

editor

Sangh is being targeted for the last 90 years : Bhagwat

aapnugujarat

Leave a Comment

UA-96247877-1