Aapnu Gujarat
બિઝનેસ

જીએસટી : ત્રણની જગ્યાએ એક રિટર્ન ભરવાની છુટ મળી શકે

જીએસટી રેવેન્યુમાં આવી રહેલી કમી અને કરદાતાઓને પડી રહેલી તકલીફોને ધ્યાનમાં લઇને સરકાર હવે રાહતની દિશામાં આગળ વધી રહી છે. ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જેની શરૂઆતથી માંગ કરવામાં આવી રહી છે તે ત્રણની જગ્યાએ માત્ર એક રિટર્ન ભરવાની છુટછાટ સરકાર હવે આપી શકે છે. જીએસટી કાયદા અને પ્રક્રિયામાં સુધારો લાવવાના મુદ્દે બનેલી કારોબારીઓની એડવાઇઝરી કમિટી બાદ હવે એક વધુ ટેકનિકલ સમિતિએ ભલામણ કરી છે કે જીએસટીમાં દર મહિને જરૂરી ત્રણ રિટર્નના બદલે એક રિટર્ન ભરવા માટેની સુવિધા આપવામાં આવે. માનવામાં આવે છે કે જીએસટી કાઉન્સિલની આગામી મહિનામાં મહત્વપૂર્ણ બેઠક મળવા જઇ રહી છે. જો તેને મંજુરી મળશે તો જીએસટીને અમલી કરવાની બાબત સરળ બની જશે. આના કારણે લાખો કરદાતાને મોટી રાહત મળી શકે છે.  હાલમાં માસિક અથવા તો ત્રિમાસિક રિટર્ન ભરનાર તમામ કારોબારીઓને આઉટવર્ડ સપ્લાય અથવા તો સેલ્સ રિટર્ન , ઇનવર્ડ સપ્લાય અથવા તો પરચેઝ રિટર્ન અને અંતમાં એક પાઇનલ રિટર્ન ફાઇલ કરવાની જરૂર હોય છે. અલબત્ત જીએસટીઆર-૨ ઓટોપોપુલેટ હોય છે. પરંતુ તેને પણ કરદાતાને વેરીફાય કરવાની જરૂર હોય છે.

Related posts

KFC अपना प्रॉफिट बढ़ाने के लिए बेचेगी 61 रेस्टोरेंट, DIL के साथ तय हुई डील

aapnugujarat

बिना इजाजत टैक्स अफसर भी दुकानों पर नहीं जा सकते : केन्द्र सरकार

aapnugujarat

અમેરિકા : વ્યાજદરમાં ફરીથી વધારો, હજુ વધારાના એંધાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1