Aapnu Gujarat
બિઝનેસ

અમેરિકા : વ્યાજદરમાં ફરીથી વધારો, હજુ વધારાના એંધાણ

ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજદરમાં વધારો કરી દીધો છે. વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે અને હજુ પણ વધારો કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. મૂડી રોકાણકારો ફેડ પોલિસીના નિર્માતાઓના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. બીજી બાજુ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યા બાદ વધુ કઠોર નિર્ણયના સંકેત પણ આપવામાં આવ્યા છે. ૨૦૧૫ બાદથી ફેડ દ્વારા સાત વખત રેટમાં વધારો કરવામાં આવ્યો છે. જોબના મજબૂત આંકડા જારી કરવામાં આવી રહ્યા છે. મૂડી રોકાણકારો ફેડ રિઝર્વના નિર્ણયને લઇને રાહ જોઈ રહ્યા હતા. આ વર્ષે બીજી વખત ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત ૨૦૧૮માં ચાર વખત વધારો કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે જે પૈકી બે વખત વધારો કરવામાં આવી ચુક્યો છે. મૂડીરોકાણકારોને ખાતરી આપવામાં આવી છે કે, અમેરિકી અર્થતંત્ર નવેસરથી મજબૂતી તરફ વધી રહ્યું છે. મૂડીરોકાણકારોને ખાતરી આપવામાં આવી છે કે, ફેડરલ રિઝર્વ દ્વારા વિકાસની ગતિવિધિને કોઇ કિંમતે રોકવામાં આવશે નહીં. ૨૦૧૮માં વધુ વખત વધારો કરવામાં આવનાર છે. બેરોજગારીમાં ઘટાડો થઇ રહ્યો છે. ફુગાવો બે ટકા વધે તેવી શક્યતા છે. જાન્યુઆરી મહિનામાં વધારાની શરૂઆત કરવામાં આવી હતી. પોલિસી નિર્માતાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બેંચમાર્ક ફેડરલ ફંડના ટાર્ગેટ રેંજમાં વધારો ૧.૭૫ ટકાથી બે ટકા રહી શકે છે. પોવેલનું કહેવું છે કે, દરેક બાબતો ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પોવેલે કબૂલાત કરી હતી કે, તેમના પૂર્વગામી જેનેટ એલેન દ્વારા ખુબ જ પ્રોફેશનલ વલણ અપનાવવામાં આવ્યું હતું. અમેરિકામાં ફેડના અધિકારીઓ ફેડ પોલિસી નક્કી કરતી વેળા જુદી જુદી બાબતોને ધ્યાનમાં લઇ રહ્યા છે.

Related posts

જુલાઇ જીએસટી ડેડલાઇન પછી ફાઇલ કરવા પરની પેનલ્ટી માફ કરાઇ, ૨૧ લાખ વેપારીને લાભ

aapnugujarat

મંદી ભારતને ચારેય તરફથી ભરડો લઈ લેશે : રથિન રોય

aapnugujarat

એટીએમમાંથી કેશ ઉપાડવા માટે હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લાગૂ કર્યો એક નવો નિયમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1