Aapnu Gujarat
ગુજરાત

હિન્દુનું હૃદય મુસ્લિમ યુવાનના શરીરમાં ધડક્યું

શરીર ભલે સોહિલનું હોય પણ હદય તો અમિતનું જ ધડકે છે. આ વાત છે એક એવા યુવકની જેનું બ્રેઇન ડેડ થતા તેના હદયનું એક મુસ્લિમ યુવકને દાન કરાયું અને આ યુવકના આગમનથી જાણે અમિત પરત આવ્યો હોય તેવી ખુશી અમિતના પરિજનોને થઇ છે. આશરે પાંચેક મહિના પહેલા નવસારી નજીકના નાના ગામમાં રહેતા અમિતનું અકસ્માત બાદ બ્રેઇનડેડ થયું. ત્યારે અમિતના અવયવોનું અંગદાન કરાયું. જેમાં અમિતનું હદય સોહીલ નામના મુસ્લિમ યુવકને અપાયું.જ્યારે સોહીલને ખબર પડી કે તેનુ હદય અમિતનું છે ત્યારે તે પાંચ મહિના પછી અમિતના વતન આવ્યો. ત્યારે સોહિલ રૂપી આવેલા અમિતને જોઇને ગામ લોકો અને પરિજનો ખુશ થયા હતા.અમિત ભલે આ દુનિયામાં ન રહ્યો હોય પરંતુ અમિતના પરિવારજનોને સોહિલ રૂપે દિકરો પણ મળ્યો છે. જેથી સોહિલે અમિતના પરિવારજનોને હંમેશા સાથ સહકારનું વચન આપ્યુ છે.આજે લોકો ધર્મ નાત-જાતના ભેદભાવો કરીને માનવ-માનવ વચ્ચે ઉંડી ખાઇ સર્જે છે. જ્યારે ભગવાન આવો કોઇ ભેદભાવ કરતો નથી. એક હિન્દુ યુવકનું દિલ આજે મુસ્લિમ યુવકના શરીરમાં ધડકે છે અને આ હદયમાંથી બસ એક જ સૂર સંભળાયો છે માનવ સેવા એજ પ્રભૂ સેવા.

Related posts

અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થવાના હોવ તો ૮૫ રૂપિયા વધુ ચૂકવવા પડશે

aapnugujarat

એટ્રોસીટી એક્ટ અંગે ગુજરાત હાઇકોર્ટના ચુકાદા વિરુધ્ધ અપીલ કરવા વડોદરા ધારાસભ્યને રજુઆત

editor

હિંમતનગર ટીડીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ

editor

Leave a Comment

UA-96247877-1