Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઝારખંડના કૃષિ પ્રધાન પર દલિત અત્યાચારનો કેસ નોંધાયો

દેવધરની એક કોર્ટના આદેશ પર ઝારખંડના કૃષિ પ્રધાન રણધીરસિંહ, તેમના નજીકના ગણાતા ચંદનસિંહ અને તેમના અંગરક્ષકના વિરુદ્ધ દલિત અત્યાચાર કેસ નોંધવામાં આવતા ચકચાર મચી ગઇ છે. આ મામલો દેવધર જિલ્લાના સારઠનો છે. બીજી તરફ આ મામલે આરોપી કૃષિ પ્રધાન રણધીરેસિંહનું કહેવું છે કે આવું કઇ બન્યુ નથી. ઝારખંડના કૃષિ પ્રધાન સામે સારઠ પ્રખંડના અલુવારા પંચાયતના સરપંચ જયદેવ મેહરાએ કેસ નોંધાવ્યો છે. સારઠના સરપંચે આ કેસ ગત ૧૬ ઓક્ટોબરમાં નોંધાવ્યો હતો. પીસીઆર ૪૧૩-૧૭ મુજબ કોર્ટમાં ફરીયાદ નોંધવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ સારઠ પોલીસે કૃષિ પ્રધાન અને અન્ય બે વિરુદ્ધ ૨૧૪-૧૭માં કલમ ૩૨૩, ૩૪૧, ૩૮૦, ૪૫૨, ૪૫૪, ૫૦૪, ૫૦૬ અને ભારતીય દંડ વિધાન ૩-૪ અનુસુચિત જનજાતી અત્યાચાર અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે કૃષિ પ્રધાન અને અન્ય બે પર આરોપ છે કે ગત ૧૩ ઓક્ટોબરે જાતિસુચક અપશબ્દોનો ઉપયોગ કરી તેમણે સરપંચ સાથે ગાળો આપી હતી. તથા તેમની સાથે ધક્કામુક્કી કરી હતી.  આ ઉપરાંત તેમણે સરપંચના ઘરમાં ઘુસીને તેમને જાનથી મારી નાંખવાની વાત પણ કરી હતી.આ મામલે પીડિત સરપંચે પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી હતી. પીડિત અનુસાર મામલે તેમણે દેવધરના એસપીનો પણ સંપર્ક સાધ્યો હતો. પરંતુ તેમની એફઆઇઆર નોંધવા છતાં તેમને કોર્ટમાં શરણ લેવી પડી.

Related posts

કર્ણાટક ચૂંટણી : કોઇપણ પાર્ટીને બહુમતિ નહીં મળે

aapnugujarat

दिल्ली के मुख्य सचिव से मारपीट का मामला : पुलिस ने कार्ट बताया, सीसीटीवी की टाइमिंग पीछे

aapnugujarat

कश्मीर पर मध्यस्थता वाले ट्रंप के बयान का हुर्रियत चेयरमैन मीरवाइज ने किया स्वागत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1