Aapnu Gujarat
મનોરંજન

ટાઇગર જિન્દા હૈની સફળતા માટે કેટરીનાને અપાયેલ ક્રેડિટ

ટાઇગર જિન્દા હે ફિલ્મ રેકોર્ડ કમાણી કરી રહી છે. ટુંકા ગાળાની અંદર જ આ ફિલ્મ ૧૭૦ કરોડથી વધુની કમાણી કરી ચુકી છે. આ ફિલ્મ કમાણીના મામલે હવે બાહુબલી-૨ ફિલ્મનો રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. બુધવારના દિવસે સલમાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેના માટે બેવડી ખુશી હતી. કારણ કે એકબાજુ ફિલ્મ રેકોર્ડ સફળતા મેળવી રહી છે. બીજી બાજુ તેના જન્મદિવસની ઉજવણ કરવામાં આવી હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મને રેકોર્ડ સફળતા અપાવવા બદલ સલમાને કેટરીના કેફનો આભાર માન્યો હતો. અલી અબ્બાસ ઝફરની ફિલ્મન કમાણી ૧૭૦ કરોડથી ઉપર પહોંચી ચુકી છે. સલમાને કહ્યુ છે કે કેટરીના કેફના કારણે ફિલ્મને આટલી મોટી સફળતા મળી છે. તેના જન્મદિવસે કેટરીના કેફે ગિફ્ટ શુ આપી છે તે અંગે પુછવામાં આવતા સલમાને કહ્યુ હતુ કે ફિલ્મ રેકોર્ડ સફળતા મેળવી રહી છે તે તેની ગિફ્ટ છે. સલમાને હમેંશાની જેમ તેના પાનવેલ ફાર્મહાઉસ પર જન્મદિવસની ઉજવણી કરી હતી. જ્યાં લુલિયા, સાજિદ કેટરીના કેફ અને અન્યો હાજર રહ્યા હતા. કેટરીના કેફે કહ્યુ હતુ કે ફિલ્મની સફળતાથી તે ભારે ખુશ છે. તે હાલમાં ભારે ખુશ છે. તે આ વખતે ભારે ખુશ છે. કેટરીના કેફને પણ લાંબા સમય બાદ મોટી સફળતા મળી છે. તેની તમામ ફિલ્મો હાલમાં ફ્લોપ સાબિત થઇ રહી હતી.  સલમાનની છેલ્લે ટ્યુબલાઇટ ફિલ્મ ફ્લોપ રહી હતી. હવે તે આ ફિલ્મને લઇને આશાવાદી છે. સલમાન ચેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે રહ્યો છે. કેટરીના અને સલમાન ફરી એકબીજાની નજીક આવ્યા છે. વિતેલા વર્ષોમાં તેમની વચ્ચે સંબંધ હતા.

Related posts

ड्रग एंगल पर बोली रवीना – सेलेब्रिटीज को निशाना बनाना आसान

editor

પેડમેનમાં અક્ષય કુમાર સાથે રોલને રાધિકા ખુશ

aapnugujarat

मैं चाहती हूं दुनिया से गहरा नाता : तब्बू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1