Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુલાકાત વેળા પાક.નું વર્તન શરમજનક રહ્યું : કુલભુષણ જાધવના મુદ્દા ઉપર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું બંને ગૃહોમાં નિવેદન

જાસુસીના આરોપસર પાકિસ્તાની જેલમાં રહેલા ભારતીય નૌકા સેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવ સાથે તેમની માતા અને પત્નીની મુલાકાત દરમિયાન પાકિસ્તાનમાં શરમજનક વર્તનને લઇને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સંસદના બંને ગૃહોમાં આજે નિવેદન કર્યું હતું. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, પાકિસ્તાને મુલાકાત દરમિયાન શરતોનો ખુલ્લો ભંગ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જાધવની માતા અને પત્નીના મંગળસુત્ર, બંગડીઓ, બિંદી જેવી ચીજો ઉતારી લેવામાં આવી હતી. તેમને વિધવાના રુપમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુષ્માએ કહ્યું હતું કે, આ ખુબ જ શરમજનક વર્તન પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં આ શરમજનક કરતુતને સમગ્ર સંસદ અને દેશના લોકો સ્પષ્ટપણે ફગાવી દે છે. બીજી બાજુ કોંગ્રેસે જાધવના પરિવારના સભ્યોના અપમાનને લઇને સરકારનું સમર્થન કર્યું છે અને સાથે સાથે આને સમગ્ર દેશના લોકોના અપમાન તરીકે ગણાવીને આની નિંદા કરી છે. સુષ્મા સ્વરાજે આજે નિવેદન કરતા કહ્યું હતું કે, રાજકીય પ્રયાસો બાદ આ મુલાકાત નક્કી કરવામાં આવી હતી. ૨૨ મહિનાના લાંબા ગાળા દરમિયાન માતાની પુત્ર સાથે અને એક પત્નીની પતિ સાથે ભાવુક મુલાકાત હતી પરંતુ પાકિસ્તાને આને પ્રચાર તરીકે ઉપયોગ કરીને ભારતીયોને અપમાનિત કરવાના પ્રયાસો કર્યા છે. સુષ્માએ ઉમેર્યું હતું કે, ભારતે કહ્યું હતું કે, જાધવની માતા અને પત્નીની પાસે પાકિસ્તાની મિડિયાને આવવાની મંજુરી ન આપવામાં આવે. બંને મહિલાઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. શરતોનો ભંગ કરવામાં આવ્યો હતો. બંને વસ્ત્રો બદલી દેવામાં આવ્યા હતા. જાધવની માતા સાડી પહેરે છે પરંતુ તેમને સલવાર પહેરવાની ફરજ પાડવામાં આવી હતી. પત્ની અને માતાના મંગળસુત્ર ઉતારી લેવામાં આવ્યા હતા. જાધવની માતા સાથે તેઓએ પોતે વાત કરી હતી. જાધવે બેસતાની સાથે જ પોતાના પિતા અંગે વાત કરી હતી. કારણ કે, બિંદી નહીં હોવાના કારણે તેમને કોઇ અપ્રિય ઘટનાની શંકા ગઈ હતી. બંને મહિલાઓને વિધવાના રુપમાં રજૂ કરવામાં આવી હતી. જાધવની માતા મરાઠી ભાષામાં વાત કરવા ઇચ્છુક હતી પરંતુ આની મંજુરી આપવામાં આવી ન હતી. ભારતના ડેપ્યુટી હાઈકમિશનરને બતાવ્યા વગર પરિવારના સભ્યોને પાછલા દરવાજાથી મુલાકાત માટે લઇ જવામાં આવ્યા હતા. જાધવની માતા અને પત્નીના બિંદી, મંગળસુત્ર ઉતરાવી દેવામાં આવ્યા છે તેની જાણ ન થાય તે માટે તેમને પાછળા બારણેથી લઇ જવામાં આવ્યા હતા. સુષ્માએ કહ્યું હતું કે, જો ભારતના ડેપ્યુટી હાઈકમિશનરને આ અંગેની જાણ થઇ હોત તો વાંધો ઉઠાવ્યો હોત. બીજી બાજુ પાકિસ્તાને ભારતની આવી દલીલને ફગાવી દીધી છે અને કહ્યું છે કે, ભારતની રજૂઆત યોગ્ય ન હતી. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, જાધવની પત્નીના શુઝ ઉતારી લેવમાં આવ્યા હતા અને પરત પણ આપવામાં આવ્યા નથી. પાકિસ્તાની અધિકારી અયોગ્ય વર્તન કરી રહ્યા છે. અમારી શંકા યોગ્ય સાબિત થઇ છે. પાકિસ્તાન તરફથી શૂઝમાં કેમેરા, ચીપ અને રેકોર્ડર હોવાની વાત કરવામાં આવી રહી છે. સુષ્માએ દાવા સાથે કહ્યું હતું કે, જાધવના માતા અને પત્ની એ શૂઝમાં દુબઈ અને ઇસ્લામાબાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા પરંતુ તે વખતે કોઇ ચીજ દેખાઈ ન હતી. આખરે શૂઝ પહેરીને એરપોર્ટ પર સિક્યુરિટી ચેકમાંથી પસાર થયા હોત તો તેમાં પકડાઈ ગયા હોત પરંતુ પાકિસ્તાને અયોગ્ય વર્તન કર્યું છે. સુષ્માએ એમ પણ કહ્યું છે કે, પાકિસ્તાને માનવતા દર્શાવી નથી. મુલાકાતના સમયે જાધવ ખુબ ટેન્શન અને દબાણમાં હતા. કેદમાં રાખનાર લોકોએ ચોક્કસ બાબતો સાથે આવવા માટે તેમના ઉપર દબાણ લાવ્યું હતું. અને એવી જ વાત તેઓ કરી રહ્યા હતા.

Related posts

રેપ પ્રકરણ : આસારામની જામીન અરજી જોધપુર કોર્ટ દ્વારા ફગાવાઇ

aapnugujarat

રામદેવના કારનામા સામે સરકારે આંખ મિંચામણા કર્યા, તેથી પતંજલિની હિંમત વધી ગઈ

aapnugujarat

प.बंगाल नवीकरणीय ऊर्जा नीति के तहत स्वच्छ ऊर्जा कोष बनाने में रहा विफल : कैग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1