Aapnu Gujarat
મનોરંજન

પેડમેનમાં અક્ષય કુમાર સાથે રોલને રાધિકા ખુશ

અભિનેતા અક્ષય કુમાની આવનારી ફિલ્મ પૈડમેનને લઇને અક્ષય કુમારની સાથે કામ કર્યા બાદ સેક્સી સ્ટાર રાધિકા આપ્ટે ભારે ખુશ છે. તે અક્ષય કુમાર સાથે કામ કર્યા બાદ પોતાને વધારે આત્મવિશ્વાસી ગણી રહી છે. તેનુકહેવુ છે કે આ ફિલ્મમાં કામ કર્યા બાદ તે વધારે સારા રોલ કરી શકશે. સોનમ કપુરને પણ ફિલ્મમાં નાના રોલ માટે લેવામાં આવી છે. સોનમ કપુર પહેલા પણ અક્ષય કુમારની સાથે કામ કરી ચુકી ઠછે. રાધિકાની સાથે અક્ષય કુમાર દેશી અવતારમાં નજરે પડનાર છે. અક્ષય કુમાર દ્વારા ફિલ્મના સંબંધમાં બે ફોટો શેયર કર્યા છે. રાધિકાની સાથે તે દેશી અવતારમાં છે. જ્યારે સોનમ કપુરની સાથે શર્ટ અને પેન્ટમાં નજરે પડી રહ્યો છે. ટિ્‌વન્કલ ખન્ના પ્રોડક્શન હાઉસ દ્વારા આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મને ૨૬મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. તેનુ કહેવુ છે કે પેડમેન એક બાયોપિક ફિલ્મ છે.
જે રિયલ લાઇફ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મ અરૂણાચલ પ્રદેશના મુરુનનાથમ પર આધારિત છે. આ વ્યક્તિએ મહિલાઓ માટે પેડ મેકિંગ મશીનો બનાવ્યા હતા. જેથી તેને સસ્તી કિંમત પર સેનિટરી નેપકીન મળી શકે છે. ફિલ્મનુ નિર્દેશન આર બાલ્કી દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. હવે ટુંક સમયમાં જ ફિલ્મ રજૂ કરાશે. રાધિકા આપ્ટે હાલના સમયમાં એક પછી એક સારી એક્ટિંગ કુશળતા ધરાવતી ફિલ્મ કરી ચુકી છે.

Related posts

ડિમ્પલ કાપડિયા અને સની દેઓલની જોડી ફરી એકવાર ફિલ્મી પડદે જોવા મળશે

aapnugujarat

साइबरबुलिंग नौजवानों के लिए हानिकारक : अनन्या पांडे

aapnugujarat

असफलता ने मुझे संतुलन सिखाया : मंजरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1