Aapnu Gujarat
મનોરંજન

મે હુના ફિલ્મની સિક્વલની કોઇ યોજના હાલમાં નથી : ફરાહ ખાન

કોરિયોગ્રાફરમાંથી ફિલ્મ નિર્માત્રી બનેલી ફરાહ ખાન હાલમાં તેની ફિલ્મ મે હુનાની સિક્વલમાં વ્યસ્ત હોવાના હેવાલને રદિયો મળ્યો છે. તે આ ફિલ્મની સિક્વલ પર કામ કરી રહી નથી. ફરાહ હાલમાં અન્ય કેટલાક પ્રોજેક્ટને લઇને વ્યસ્ત છે. જો કે ફરાહ ખાન ફિલ્મની સિક્વલ ચોક્કસપણે બનાવવા માટે ઇચ્છુક છે. મે હુના ફિલ્મમાં શાહરૂખખાને રામ પ્રસાદ શર્માના પાત્રને જોરદાર રીતે અદા કરીને ફિલ્મને સફળ બનાવવામાં ભૂમિકા અદા કરી હતી. ફરાહ ખાને કેટલીક સફળ ફિલ્મો પોતાની કેરિયરમનાં બનાવી છે. ફરાહ મુળભૂતરીતે કોરિયોગ્રાફર તરીકે રહી છે. તેની પાસે આ ક્ષેત્રે વ્યાપક અનુભવ છે. જો કે તે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પણ પોતાની કુશળતા સાબિત કરી ચુકી છે. નવી ફિલ્મના સંબંધમાં ફરાહ હાલમાં સસ્પેન્સ રાખવા માંગે છે. શાહરૂખ ખાન દ્વારા ફિલ્મના સંબંધમાં હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. જો કે ટુંક સમયમાં ફરાહની ફિલ્મની પટકથા કઇ ફિલ્મની છે તે અંગે સ્પષ્ટતા થઇ જશે.
ફરાહ ખાને મે હુનાની સિક્વલ ફિલ્મ માટે પટકથા લખી રહી હોવાના હેવાલને રદિયો આપ્યો છે. ફરાહ ખાને સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે તે એક ફિલ્મની પટકથા લખી રહી છે. જો કે સિક્વલ પર કામ કરી રહી નથી. ફિલ્મનુ નામ શુ રહેશે અને તેમાં કલાકારો કોણ રહેશે તે અંગે હાલમાં કોઇ માહિતી મળી રહી નથી પરંતુ આ ફિલ્મમાં શાહરૂખ ખાનને લેવામાં આવી શકે છે. કારણ કે શાહરૂખ અને ફરાહ વચ્ચેની મિત્રતા તમામ માટે જાણીતી રહી છે. મે હુના ફિલ્મની સિક્વલ બનાવવામાં તેમને રસ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા ફરાહ ખાને કહ્યુ હતુ કે સિક્વલને લઇને તે રસ ચોક્કસપમે ધરાવે છે. ફરાહે કહ્યુ છે કે અનેક સિક્વલ ફિલ્મ બની ચુકી છે અને હાલમાં પણ બની રહી છે. તાજેતરના સમયમાં કેટલીક સિક્વલ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ રહી છે. ફરાહ ખાને કહ્યુ છે કે મે હુના એક કલ્ટ ફિલ્મ હતી.

Related posts

अगली फिल्म में पुलिसवाली के रोल में दिखेगी अनुष्का

aapnugujarat

पंजाबी म्युजिक विडियो में नजर आएंगी शमिता शेट्टी

aapnugujarat

સાઇના નહેવાલની બાયોપિકમાં કામ કરવા શ્રદ્ધા કપુરે ટ્રેનિંગ લીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1