Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૬૪ પોઇન્ટ ઘટી ૩૩૮૪૮ની સપાટી પર

શેરબજારમાં આજે ફરી એકવાર મંદી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૬૪ પોઇન્ટ ઘટીને ૩૩૮૪૮ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૩ પોઇન્ટ ઘટીને ૧૦૪૭૮ની ઉંચી સપાટી પર રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૪૦૦૦ની સપાટી ગુમાવી દીધી છે. જ્યારે નિફ્ટીએ ૧૦૫૦૦ની સપાટી ગુમાવી દીધી છે. વર્ષના અંતમાં કારોબારીઓ ફરી એકવાર નિરાશ દેખાઇ રહ્યા છે. જો કે તેજી પરત ફરવા માટેના તમામ સંજોગો છે. આંકડા દર્શાવે છે કે નવેમ્બર મહિનામાં જીએસટી હેઠળ વસુલાતનો આંકડો ૨૫મી ડિસેમ્બર સુધી ૮૦૮૦૮ કરોડનો રહ્યો છે. કેન્દ્ર સરકારના બજેટ પહેલા નવા આંકડા જારી કરવામાં આવ્યા છે. સરકારના સુધારા એજન્ડાને આગળ વધારી દેવામાં હવે મદદ મળનાર છે તેવી આશા બાદ રોકાણકારો આશાસ્પદ દેખાઇ રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં વડાપ્રધાનના આર્થિક સલાહકાર પેનલના સભ્યો રાથીન રોયે આશા વ્યક્ત કરી હતી કે, આગામી બજેટ એકદમ લોકપ્રિય રહેશે નહીં તેમાં કૃષિ અને જુદા જુદા ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સરકાર પહેલી ફેબ્રુઆરીના દિવસે ઉલ્લેખનીય બજેટ રજૂ કરી શકે છે. સંસદનું શિયાળુ સત્ર હાલ ચાલી રહ્યું છે.શિયાળુસત્ર પાંચમી જાન્યુઆરીના દિવસે પૂર્ણ થનાર છે. બીજી બાજુ માઇક્રો ઇકોનોમિક પરિબળોની અસર પણ જોવા મળનાર છે. શુક્રવારના દિવસે નવેમ્બર મહિના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા જારી કરવામાં આવનાર છે.નવેસરથી કોઇ સંકેત ન મળતા રોકાણકારો વધારે રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી.કારોબારના અંતે સેંસેક્સ ૯૯ પોઇન્ટ ઘટીને ૩૩૯૧૧ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૧ પોઇન્ટ ઘટીને ૧૦૪૯૧ની નીચી સપાટી પર રહ્યો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ઇન્ટ્રાડે દરમિયાન આજે તેજી રહી હતી. શેરબજાર પર હવે બજેટ અને સરકારના નવા આર્થિક પગલા પર તમામનુ ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે. આગામી દિવસોમાં કારોબારી હાલમાં જંગી રોકાણ કરવાના મુડમાં નહીં રહે તેવી શક્યતા છે.

Related posts

राहुल गांधी ने किया अमेठी का बंटाधार : अमित शाह

aapnugujarat

Indian Navy’s P-81 aircraft to search for AN-32 transport aircraft missing with 13 onboard

aapnugujarat

सेना के आधुनिकीकरण में बाधा बन रही है फंड की कमी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1