Aapnu Gujarat
રમતગમત

ચોથી ટેસ્ટ : ઇંગ્લેન્ડના ૯ વિકેટે ૪૯૧ રન : કુકે અણનમ બેવડી સદી કરી

ઐતિહાસિક મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે ઓપનિંગ બેટ્‌સમેન કુકની અણનમ બેવડી સદીની મદદથી ઇંગ્લેન્ડે પ્રથમ વખત અતિ મજબુત સ્થિતી મેળવી લીધી હતી. ઇંગ્લેન્ડે હવે નવ વિકેટે ૪૯૧ રન બનાવી લીધા છે અને તેની એક વિકેટ હજુ હાથમાં છે. આજે રમત બંધ રહી ત્યારે કુક ૨૪૪ રન સાથે રમતમાં હતો. જ્યારે એન્ડરસન શુન્ય રન સાથે રમતમાં હતો. કુકે ૪૦૯ બોલમાં ૨૭ ચોગ્ગાની સાથે આ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ હવે ઓસ્ટ્રેલિયા પર ૧૬૪ રનની લીડ ધરાવે છે અને તેની એક વિકેટ હાથમાં છે. તે જોતા આવતીકાલની રમત રોમાંચક બની શકે છે. ઓસ્ટ્રેલિયા માટે આ ટેસ્ટ મેચ બચાવવી હવે મુશ્કેલ બની શકે છે. ગઇકાલે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ૩૨૭ ઓલઆઉટના જવાબમાં ઇંગ્લેન્ડે બે વિકેટે ૧૯૨ રન કર્યા હતા.ઇંગ્લેન્ડે તેની ઇનિગ્સને આગળ વધારી હતી. ગઇકાલે સદી કરીને અણનમ રહેલા કુકે આજે બેવડી સદી કરી હતી. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૩-૦ની લીડ મેળવી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે બેવડી સદી ફટકારનાર સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં ૪૦૩ ઓલઆઉટના જવાબમાં નવ વિકેટે ૬૬૨ રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં ૨૧૮ રન જ બનાવી શકી હતી. આની સાથે જ તેની એક ઇનિંગ્સ અને ૪૧ રને હાર થઇ હતી. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૧૨૦ રને જીત મેળવ હતી .જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીતી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાયેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચ ૧૦ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા અને જીત મેળવી હતી.ઓસ્ટ્રેલિયાના બોલરો આજે ફ્લોપ રહ્યા હતા.

Related posts

આઇપીએલ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જશે

aapnugujarat

Australia is keen to play more than one day-night Test against India

aapnugujarat

તેંડુલકરની પુત્રી સારાને ધમકી આપનારો શખ્સ પકડાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1