Aapnu Gujarat
બિઝનેસ

ઓનલાઇન કંપનીઓએ પણ બતાવવી પડશે એમઆરપી

અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઇ-રિટેલર્સને ૧ જાન્યુઆરીથી દરેક પેકેટ્‌સ ઉત્પાદનો પર એમઆરપી બતાવવી જરૂરી થઇ જશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે જો કંપની છૂટ આપીને પણ કોઇ ઉત્પાદન વેચી રહી છે, તો તેની પર પણ એમઆરપી બતાવવી જરૂરી છે. જે કંપની આ નિયમને અપનાવશે નહી, તો તેની પર દંડ વસૂલી શકાય છે અને જેલની સજા પણ થઇ શકે છે.લીગલ મેટ્રોલોજી સંશોધિત નિયમ,૨૦૧૭માં પેકેજ્ડ કોમોડિટીજને સૂચિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમા કહેવામાં આવ્યું છે કે પ્રી-પેકેજ્ડ કોમોડિટી પર એક્સપાયરી ડેટ,એમઆરપી અને મેન્યુફેક્ચર્સ ડિટેલ સહિત ઉત્પાદનથી જોડાયેલી અન્ય જાણકારી સામેલ હોવી જોઇએ. જોકે ઇ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ સતત ફરિયાદો આવી રહી હતી. આ ફરિયાદોમાં તેના પર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો.સુત્રો અનુસાર ગ્રાહક મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી અનુસાર લખ્યું છે કે જો કોઇ ઇ-રિટેલરના આ નિયમોને માન્ય નહી રાખે તો તેના વિરુદ્ધ દંડ ફટકારવવામાં આવશે. તે સિવાય જેલ મોકલી કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.નિયમો અનુસાર જે ઇ-કોમર્સ કંપની પ્રીપેકેજ્ડ કોમોડિટીને લઇને આ નિયમ અપનાવશે નહી, તો તે કંપનીઓ વિરુદ્ધ ૨૫૦૦૦થી ૧ લાખ રૂપિયા સુધીનો દંડ લગાવવામાં આવી શકે છે. તે મુજબ પ્રથમ વખતે નિયમોને ન જોતા કંપનીને ૨૫ હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. તેમજ આ મામલે બીજી વખત પકડાઇ જવા પર ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે. ત્રીજી વખતમાં કંપનીઓને ૧ લાખ રૂપિયા સુધીનો દંડ આપવો પડી શકે છે. આ અંગે વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તેની સાથે જ એક વર્ષની જેલની સજાની પણ જોગવાઇ કરવામાં આવી છે.

Related posts

आईटी नेटवर्क तैयार नहीं, अभी लागू नहीं करे जीएसटीः एसोचैम

aapnugujarat

૧૦ કંપનીઓ પૈકીની ૪ની મૂડી ૩૦,૩૩૯ કરોડ ઘટી

aapnugujarat

बजाज एनर्जी को सेबी से 5,450 करोड़ रुपए का IPO लाने की मंजूरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1