Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૪ની મૂડી ૩૦,૩૩૯ કરોડ ઘટી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ચાર કંપનીઓની માર્કેટ મૂડી સંયુક્તરીતે ૩૦૩૩૯.૧૭ કરોડ ઘટી ગઈ છે. એફએમસીજીની મહાકાય કંપની આઈટીસીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. આઈટીસી, હિન્દુસ્તાન યુનીલીવર, એસબીઆઈ અને આઈઓસીની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહમાં તેમની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે જ્યારે આરઆઈએલ, ટીસીએસ, એચડીએફસી બેંક, મારુતિ સુઝુકી, ઓએનજીસીની માર્કેટ મૂડીમાં વધારો થયો છે પરંતુ તેમની સંયુક્તરીતે મૂડી ૨૬૦૯૯.૦૨ કરોડ રૂપિયાની આસપાસ ઓછી રહી છે. ચાર કંપનીઓ દ્વારા જે નુકસાન કરવામાં આવ્યું છે તેના કરતા આ ચાર કંપનીઓની સંયુક્ત મૂડી વધારાનો આંકડો ઓછો છે. આઈટીસીની માર્કેટ મૂડીમાં ૧૩૫૮૧.૦૫ કરોડનો ઘટાડો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી ઘટીને ૩૩૧૮૫૨.૪૪ કરોડ થઇ ગઇ છે. આઈઓસીની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૯૮૫૭.૪૯ કરોડનો ઘટાડો નોંધાતા તેની માર્કેટ મૂડી ઘટીને ૨૦૭૭૮૪.૧૭ કરોડ થઇ છે. એસબીઆઈની માર્કેટ મૂડી ૪૯૬૩.૪૩ કરોડ ઘટીને ૨૩૪૭૪૬.૬૧ કરોડ થઇ ગઇ છે. એચયુએલની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૧૯૩૭.૨ કરોડનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ૨૬૧૧૯૮.૩૬ કરોડ સુધી થઇ છે. આની બિલકુલ વિરુદ્ધમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં વધારો થતાં તેની માર્કેટ મૂડી હવે રેકોર્ડ ૫૩૧૫૦૯.૬૫ કરોડ થઇ છે. તેની મૂડીમાં ૬૧૬૪.૯૩ કરોડનો વધારો નોંધાયો છે. એચડીએફસી બેંક અને મારુતિ સુઝુકિ ઇન્ડિયાની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૬૧૬૪.૭૮ કરોડ અને ૪૮૩૬.૩ કરોડનો વધારો નોંધાયો છે. એચડીએફસીની માર્કેટ મૂડીમાં આ ગાળામાં ઉલ્લેખનીય વધારો થયો છે. ઓએનજીસીની માર્કટ મૂડીમાં ૨૫૬૭.૦૮ કરોડનો વધારો થયો છે. તાતા કન્સલ્ટન્સી સર્વિસ ટીસીએસની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ૧૩૩૦.૪૩ કરોડનો વધારો નોંધાયો છે. ટોપ ૧૦ કંપનીઓની રેંકિંગની વાત કરવામાં આવે તો આરઆઈએલ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાને છે જ્યારે ટીસીએસ બીજા અને એચડીએફસી બેંક ત્રીજા સ્થાન ઉપર છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં તેના પ્રથમ સાપ્તાહિક ઘટાડાની સાથે આંકડો રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. સેંસેક્સમાં છેલ્લા સપ્તાહમાં ૨૦૫ પોઇન્ટનો ઘટાડો અથવા તો ૦.૬૪ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ૪૦ પોઇન્ટનો ઘટાડો આ ગાળા દરમિયાન થયો છે.

Related posts

बीपीओ और बीएफएसआई में सबसे अधिक नौकरियां  : मई में हायरिंग ४ प्रतिशत बढ़ी

aapnugujarat

ઠંડા-ઠંડા, કુલ-કુલની જાહેરાત પર બીગ બી પાસે માંગ્યો જબલપુરની કન્ઝયુમર કોર્ટે જવાબ

aapnugujarat

દલાલ સ્ટ્રીટમાં હાલ ઉથલપાથલ રહેશે : વેપારી વધુ સાવધાન થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1