Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

દલાલ સ્ટ્રીટમાં હાલ ઉથલપાથલ રહેશે : વેપારી વધુ સાવધાન થયા

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા કારોબાર દરમિયાન આઠ પરિબળોની અસર સીધી રીતે જોવા મળી શકે છે.ત્રિમાસિક ગાળાના આગામી બેચના પરિણામો, જીએસટી સંબંધિત શેર, માઇક્રોઇકોનોમિક નંબર્સ, ક્રુડ ઓઇલની કિંમતો, વૈશ્વિક પરિબળો અને ટેકનિકલ પાસાની સીધી અસર થનાર છે. કારોબારી હાલમાં સાવધાન રહીને કારોબાર કરવા અને રોકાણ કરવા માંગે છે. ઓક્ટોબર ૨૦૧૭ માટે કન્ઝ્‌યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવાના આંકડા આવતીકાલે સોમવારના દિવસે જારી કરવામાં આવનાર છે. સપ્ટેમ્બર મહિનામાં સીપીઆઇ ફુગાવો ૩.૨૮ ટકા રહ્યો હતો. ઓગષ્ટ ૨૦૧૭માં યથાવત સ્થિતી રહ્યા બાદ સપ્ટેમ્બરમાં તેમાં વધારો થયો હતો. બીજી બાજુ ઓક્ટોબર ૨૦૧૭ માટે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવાનો આંકડો ૧૪મી નવેમ્બરના દિવસે જારી કરવામાં આવનાર છે. ક્રુડ ઓઇલની કિંમતો પર પણ ચાપંતી નજર રાખવામાં આવનાર છે. કારણ કે તેની કિંમતોમાં ઉતારચઢાવની સીધી અસર પણ રહી શકે છે. છેલ્લા કેટલાક સેશનથી ક્રુડની કિંમત વધી રહી છે. કંપનીઓના ત્રિમાસિક ગાળાના પરિણામ પર તમામનુ ધ્યાન છે. સોમવારે એટલે કે આવતીકાલે અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક જોન અને એનટીપીસીના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. જ્યારે સન ફાર્મા અને ગેઇલના પરિણામ ૧૪મીના દિવસે જારી કરવામાં આવનાર છે. હાલમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવાના મોદી સરકારના નિર્ણય બાદ તેની અસર આવનાર દિવસોમાં બજારમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત ૬.૯ લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યક્રમને લઇને શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન તેજી રહી હતી. આ તેજી હજુ અકબંધ રહે તેવી શક્યતા છે. ત્રિમાસિક ગાળામાં કંપનીઓના સારા પરિણામ અને વૈશ્વિક બજારોમાં તેજીને લઇને પણ શેરબજારમાં અસર થઇ હતી. છેલ્લા સપ્તાહના ગાળામાં કારોબારમાં શેરબજારમાં ઉદાસીનતા રહી હતી. સેંસેક્સમાં ૩૭૧ પોઇન્ટનો ઘટાડો થયો હતો. જેથી કારોબારી દિશાહીન રહ્યા હતા. આવી જ રીતે નિફ્ટી ૧૩૧ પોઇન્ટનો ઘટાડો રહ્યોહતો. જેથી શેરબજારમાં વધારે રોકાણ કરવા માટે કોઇ કારોબારી તૈયાર દેખાયા ન હતા. શેરબજારમાં હાલમાં છેલ્લા કેટલાક સપ્તાહથી સતત ઉથલપાથલ રહી છે. અત્રે નોંધનીય છે કે અપેક્ષાઓ અને આશાઓ વચ્ચે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ૧૦મી નવેમ્બરે ૧૭૭ વસ્તુઓ ઉપર ટેક્સ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો હતો. ૨૮ ટકા ટેક્સની હદમાં આવનાર ૧૭૭ ચીજવસ્તુઓ ઉપર ટેક્સ ઘટાડીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય બાદ હવે માત્ર ૫૦ વસ્તુઓ જ ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં રહી ગઈ છે. પહેલા ૨૮ ટકાના જીએસટી સ્લેબમાં ૨૨૭ વસ્તુઓ હતી જે હવે ૫૦ થઇ ગઇ છે. જીએસટી પરિષદે પોતાની ૨૩મી બેઠકમાં ૧૭૭ વસ્તુઓ ઉપર કરવેરામાં ઉલ્લેખનીય ઘટાડો કરી દીધો હતો. વિરોધ પક્ષો દ્વારા ભારે હોબાળો હાલમાં મચાવવામાં આવ્યો હતો. કેટલાક વિપક્ષી શાસિત રાજ્યો દ્વારા વ્યાપક ઉપયોગવાળી વસ્તુઓને ૨૮ ટકાની કરવેરાની જાળમાંથી બહાર કાઢીને તેને નીચેના સ્લેબમાં લાવવાની વાત કરી રહ્યા હતા.દેશમાં નવી વ્યવસ્થા જીએસટી પહેલી જુલાઈના દિવસે અમલી કરી હતી જેમાં પાંચ કરવેરા સ્લેબ ૦, ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના રેટ નક્કી કરવામાં આવ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, ૨૮ ટકાના કર સ્લેબમાં ૨૨૭ વસ્તુઓ હતી.તમામ પ્રકારની ચિંગમ, ચોકલેટ, ફેશિયલ મેકઅપ તૈયારીની ચીજવસ્તુઓ, સેવિંગ્સ અને સેવિંગ બાદ કામ આવતી ચીજવસ્તુઓ, શેમ્પૂ, ડિયો, વસ્ત્રો ધોવાના ડિટર્જન્ટ પાઉડર, ગ્રેનાઇટ અને મારબલ પર હવે ૨૮ ટકાના દરે જીએસટી લાગૂ થશે.

Related posts

જીએસટીમાં રાહત થશે : ચીજો સસ્તી કરાશે

aapnugujarat

જમ્મુ કાશ્મીર : યાસિન મલિકની અટકાયત, મીરવાઇઝ નજરકેદમાં

aapnugujarat

एयर इंडिया इकॉनमी क्लास के यात्रियों को नहीं मिलेगा नॉनवेज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1