Aapnu Gujarat
રાષ્ટ્રીય

તેલંગાનાનાં એક મંદિરનાં પૂજારીએ નવાં વર્ષની ઉજવણીને હિંદુત્વ વિરૂદ્ધ ગણાવી

તેલંગાનાનાં એક મંદિરનાં પૂજારીએ ભક્તોને અજીબોગરીબ ધમકી આપી છે. રાજ્યનાં ચિલ્કુર બાલાજી મંદિરનાં મુખ્ય પુજારી સીએસ રંગરાજને કહ્યું કે, જો કોઇ શ્રદ્ધાળુએ મંદિર પરિસરમાં નવા વર્ષની શુભેચ્છા પાઠવી તો તેને સજા આપવામાં આવશે. તેમણે કહ્યુ કે, આવું કરનાર વ્યક્તિને ઉઠક-બેઠકની સજા આપવામાં આવશે. પૂજારીએ નવાં વર્ષની ઉજવણીને હિંદુત્વ વિરૂદ્ધ ગણાવ્યુ. તેમણે સલાહ આપતા કહ્યું કે, હિંદુઓને તેલુગૂ નવ વર્ષ ઉગાદીની ઉજવણી કરવી જોઇએ.ચિલ્લુર બાલાજી મંદિરનાં પૂજારી રંગરાજનનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યું છે.
એક ટીવી ચેનલને આપેલા પોતાના નિવેદનમાં તેમણે પોતાનો બચાવ કરતા કહ્યું કે,તેઓ દર વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પોતાના ભક્તોને નવ વર્ષ સાથે સંકળાયેલ કેટલીક સલાહ આપે છે. પરંતુ આવું પ્રથમવાર બન્યુ છે કે મારી વાત આટલા બધા લોકો પાસે પહોંચી હોય. તેમણે વધુમાં કહ્યું કે ધીરે-ધીરે હિંદુ સંસ્કૃતિ સમાપ્ત થઇ રહી છે.તેમણે કહ્યું કે, હિંદુ સંસ્કૃતિને જાળવવી જરૂરી છે. નવી પેઢી સાથે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ. આપણે કોઇ બીજા માટે બદલવાની જરૂરીયાત નથી. આપણે પોતાની સંસ્કૃતિને અવગણી રહ્યા છીએ. રંગરાજને આગળ કહ્યું કે, મંદિરનાં રૂપિયાને નવાં વર્ષની ઉજવણી માટે શણગારવું યોગ્ય નથી. તેનો હિંદુ ધર્મ સાથે કોઇ સંબંધ નથી. તમને જણાવી દઇએ કે, રંગરાજન એક માત્ર વયક્તિ નથી જે નવવર્ષનો વિરોધ કરી રહ્યા છે. ગત કેટલાક દિવસો પહેલા આંધ્રપ્રદેશ સરકારે પણ એક નિવેદન જાહેર કરી લોકોને મંદિરોમાં નવવર્ષની ઉજવણી નહી કરવાનું ફરમાન જાહેર કર્યુ હતું.

Related posts

कैलास मानसरोवर यात्रा : पवित्र झील में डुबकी लगाने से चीनी अधिकारियों ने रोका

aapnugujarat

फडणवीस सरकार के शासन में 2015-18 तक 12,021 किसानों ने की आत्महत्या

aapnugujarat

ચંદીગઢ છેડતી કેસમાં બીજેપી ચીફનો પુત્ર અરેસ્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1