Aapnu Gujarat
બિઝનેસ

૩૧ ડિસેમ્બર પછી અમુક સ્માર્ટફોન્સને સપોર્ટ કરવાનું બંધ કરી દેશે વ્હોટસએપ

મેસેજિંગ એપ વ્હોટસએપ ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ પછી અમુક સ્માર્ટફોન્સને સપોર્ટ કરવાનું બંધ કરી દશે. કંપનીએ વધૂમાં જણાવ્યું કે, આ પ્લેટફોર્મનો ઉપયોગ કરનારા યુઝર્સ નવા અકાઉન્ટ્‌સ નહીં બનાવી શકે અને વર્તમાન અકાઉન્ટ્‌સને રી-વેરિફાઈ પણ નહીં કરી શકે.વ્હોટસએપ પહેલા પણ કેટલાક જૂના પ્લેટફોર્મ પર સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી ચૂક્યું છે. સપોર્ટ બંધ થઇ જવાથી વ્હોટસએપ કોઈ નવા સિક્યોરિટી અપડેટ અથવા ફીચર્સ નહીં આપે. કંપનીએ પોતાના બ્લૉગ પોસ્ટમાં જણાવ્યું છે કે બ્લેકબેરી ઓપરેટિંગ સિસ્ટમ, બ્લેકબેરી ૧૦ અને વિન્ડોઝ ફોન ૮.૦ પર ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ પછી વ્હોટસએપ કામ કરવાનું બંધ થઈ જશે.
હાલમાં વ્હોટસએપ વિન્ડોઝ ૮.૧ના વર્ઝનને સપોર્ટ કરશે. બ્લેકબેરીએ પહેલાથી જ જાહેરાત કરી છે કે તે કોઈ નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની નથી. પહેલાથીજ બ્લેકબેરી ૧૦ અને બ્લેકબેરી ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. અત્યારે બ્લેકબેરી બ્રાન્ડના નામથી જે ફોન્સ આવી રહ્યા છે તેનું પ્રોડક્શન ચીનની કંપની ટીસીએલ કરી રહી છે, જેમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવે છે.વ્હોટસએપએ કહ્યું કે, આ પ્લેટફોર્મ માટે કોઇપણ ડેવલોપ નહિ થાય એવામાં અમુક ફીચર્સ ગમેત્યારે બંધ થઇ જશે. કંપનીએ કહ્યું ‘આ પ્લેટફોર્મ સક્ષમ નથી જે અમારા એપના ફીચર્સને ભવિષ્યમાં હેન્ડલ કરી શકે. જો તમે આ ડીવાઈસનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે નવા ઓપરેટીંગ સિસ્ટમ પર અપગ્રેડ કરો.વ્હોટસએપે જાહેરાત કરી છે કે ડિસેમ્બર ૨૦૧૮ પછી નોકિયા જી૪૦, અને ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ પછી એન્ડ્રોઈડ ૨.૩.૭ જિંજરબ્રેડને સપોર્ટ આપવાનું બંધ કરી દેશે. ઉલ્લેખનીય છે કે અત્યારે પણ વ્હોટસએપ એન્ડ્રોઈડ ૨.૩.૩થી જૂના વર્ઝન, વિન્ડોઝ ફોન ૭, આઇઓએસ ૬ અને નોકિયા સિંબિયન જી૬૦ને સપોર્ટ નથી કરતું.

Related posts

ડેબ્ટ માર્કેટમાંથી ૭૮૦ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા છે

aapnugujarat

ट्रंप की चेतावनी के बाद तेल की कीमतों में भारी उछाल

aapnugujarat

વૉલમાર્ટ-ફ્લિપકાર્ડની ડીલ ભારતને ફળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1