Aapnu Gujarat
બિઝનેસ

ડેબ્ટ માર્કેટમાંથી ૭૮૦ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા છે

બે મહિના સુધી સતત વેચવાલી હાથ ધર્યા બાદ વિદેશી રોકાણકારો ખરીદીના મુડમાં દેખાઇ રહ્યા છે. નવેમ્બર મહિનામાં હજુ સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી માર્કેટમાં ૧.૫ અબજ ડોલરનુ રોકાણ કર્યુ છે. ઓક્ટોબર મહિનામાં સ્ટોકમાં વિદેશી રોકાણકારો દ્વારા ૩૦૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દેવામા ંઆવ્યા હતા.ડિપોઝીટરી ડેટા દર્શાવે છે કે એફપીઆઇ દ્વારા પહેલીથી ૧૦ નવેમ્બર વચ્ચેના ગાળામાં એફપીઆઇ દ્વારા ઇક્વિટીમાં ૯૭૧૦ કરોડ રૂપિયા અથવા તો ૧.૫ અબજ ડોલરની રકમ ઠાલવી દેવામાં આવી હતી. જો કે વિદેશી રોકાણકારો દ્વારા આ સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાંથી ૭૮૦ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જાહેર ક્ષેત્રોની બેંકમાં જંગી નાણાં ઠાલવી દેવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો આશાસ્પદ દેખાઇ રહ્યા છે. બેંકોની સ્થિતીને મજબુત કરવા માટે સરકારે ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. નવેસરના આંકડા દર્શાવે છે કે છેલ્લા બે મહિનામાં (ઓગષ્ટ અને સપ્ટેમ્બર) સ્ટોક માર્કેટમાંથી ૨૪૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ હવે લેવાલી જોવા મળી છે. તે પહેલા એફપીઆઇ દ્વારા છેલ્લા મહિનામાં ઇક્વિટીમાં ૩૦૫૫ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. ૨૪મી ઓક્ટોબરના દિવસે નાણાંપ્રધાન અરૂણ જેટલી દ્વારા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ સ્થિતી વધારે આશાસ્પદ દેખાઇ રહી છે. ફેબ્રુઆરી-ઓગસ્ટના તે પહેલાના છ મહિનામાં એફપીઆઈ દ્વારા ૧.૭૮ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. છેલ્લા આઠ મહિનાના ગાળા દરમિયાન નેટ ઇન્ફ્લોનો આંકડો ૧.૪ લાખ કરોડ રહ્યો છે. તે પહેલા તેમના દ્વારા ૨૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. મૂડી માર્કેટમાં સેબી દ્વારા હાલમાં જ લેવામાં આવેલા પગલાની સીધી અસર એફપીઆઈ ઉપર નોંધાઈ છે. ઇન્ડિયન્સ સિક્યુરિટીમાં તેમની મર્યાદા રાખનાર અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરનાર વિદેશી રોકાણકારો હવે ડેબ્ટ માર્કેટમાં વધારે નાણા રોકી રહ્યા છે. આ સંદર્ભમાં ઇક્વિટી પ્રવાહની સ્થિતિ યથાવત રહી છે. કોટક મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયો મેનેજર અંસુલ સહગલે કહ્યું છે કે, એફપીઆઈ દ્વારા લેવામાં આવી રહેલા પગલાના પરિણામ સ્વરુપે શેરબજારમાં પણ આગામી દિવસોમાં તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે.
એફપીઆઈ દ્વારા ભારત ઉપરાંત ચીન જેવા અન્ય દેશો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ચીનમાં વેલ્યુએશન સરખામણીની દ્રષ્ટિએ વધારે આકર્ષક હોવાના આંકડા પહેલાથી જ જારી કરવામાં આવી ચુક્યા છે. જાણકાર લોકો માની રહ્યા છે કે સ્થિતીમાં હજુ સુધારો થઇ શકે છે. શેરબજારમાં રહેલી સ્થિતીની અસર પણ વિદેશી રોકાણકારો પર થઇ શકે છે. કેટલાક નકારાત્મક પરિબળોની અસર પણ હાલમાં દેખાઇ રહી છે. જો કે વિદેશી રોકાણકારો ખુબ સાવધાનીપૂર્વક આગળ વધવા માટે ઇચ્છુક છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો પણ એફપીઆઇના વલણને ધ્યાનમાં લઇને આગળ વધી રહ્યા છે.

Related posts

London HC orders sale of Vijay Mallay’s 46-metre luxury yacht Force India and everything inside it

aapnugujarat

શેરબજારમાં ઉથલ-પાથલ રહેવાનાં સંકેત

aapnugujarat

भारतीय मजदूर संघ ने बजट को निराशाजनक बताया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1