Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ડુંગળી નિકાસમાં ૫૬ ટકાનો વધારો છતાંય આયાત જારી

ડુંગળી નિકાસ આ વર્ષે એપ્રિલ-જુલાઇમાં ૫૬ ટકા સુધી વધીને ૧૨.૨૯ લાખ ટન સુધી પહોંચી ગઇ હતી. ડુંગળીની નિકાસમાં વધારો થયો હોવા છતાં ભારતને પણ આયાત કરવી પડી છે. ડુંગળીની છુટક કિંમતો સતત વધી રહી છે જેથી રસોડા માટે સૌથી મહત્વપૂર્ણ એવી ડુંગળીની આયાત કરવાની ફરજ પડી રહી છે. પુરવઠાની જટિલ સ્થિતીના કારણે ડુંગળીના ભાવ જુદા જુદા બજારોમાં જુદા જુદા છે. કેટલાક વિસ્તારોમાં તો ભાવ પ્રતિ કિલો ૬૫-૭૦ રૂપિયા થઇ ગયા છે. વેલ્યુની દ્રષ્ટિએ સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ડુંગળીની નિકાસ ૪૭.૬૯ ટકા સુધી વધીને ૧૪૪૩.૦૯ કરોડ સુધી પહોંચી ગઇ છે.એક વર્ષ અગાઉ આ આંકડો ૯૭૭.૮૪ કરોડહતો. ગયા સપ્તાહમાં જ સરકારે ઉપલબ્ધતાને વધારી દેવા માટે ઇજિપ્ત અને ચીન જેવા દેશોમાંથી ડુંગળીની આયાત કરવા માટે એમએમટીસી જેવી સરકારી સંસ્થાઓને મંજુરી આપી હતી. દેશના જુદા જુદા ભાગોમાં હાલમાં ડુંગળીની કિંમત ૬૫-૭૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે. ડિરેક્ટરોરેટ જનરલ ઓફ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જાળવી રાખવામાં આવેલા રેકોર્ડ મુજબ ભારતે વર્ષ ૨૦૧૭-૧૮ના એપ્રિલ-જુલાઇ દરમિયાન ૧૨.૨૯ લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી. એક વર્ષ અગાઉના ગાળામાં ૭.૮૮ લાખ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી. આનો મતલબ એ થયો કે ડુંગળીની નિકાસમાં ૫૬ ટકા સુધીનો વધારો થયો છે. એપ્રિલ-જુલાઇ દરમિયાન નિકાસમાં વધારો થવા માટે કેટલાક કારણો રહેલા છે. પહેલુ કારણ એછે કે લઘતુમ નિકાસ કિંમત ન હતી. બીજુ કારણ વૈશ્વિક કિંમતો ખુબ ઉંચી રહી હતી. નિકાસના પરિણામસ્વરૂપે આ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેમની પેદાશ બદલ ખેડુતોને વધારે સારી રકમ મળી છે. એમઇપી લઘુતમ રેટ છે. જેનાથી નીચે નિકાસને મંજુરી આપવામાં આવી રહી નથી. ડુંગળી એમઇપી વ્યવસ્થા રદ કરવામાં આવી હતી.
ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાન તરફથી માંગ કરવામાં આવી હોવા છતાં એમઇપી ઓગષ્ટમાં લાદવામાં ન આવતા ડુંગળીની છુટક કિંમતો વધવાની શરૂઆત થઇ ગઇ હતી. દેશના રાષ્ટ્રીય પાટનગરમાં સરેરાશ કિંમતો વધી છે. સ્થાનિક કારોબારીઓ ખુબ ઉંચી કિંમતે ડુંગળીનુ વેચાણ કરી રહ્યા છે. સ્થાનિક સપ્લાયને વધારી દેવા માટે જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે.

Related posts

नियंत्रण रेखा पर पाकिस्तान की गोलीबारी : तीन बच्चे घायल

aapnugujarat

દેશનાં ચોકીદાર ચોરી કરી રહ્યા છે : રાહુલ

aapnugujarat

૩૦ ટકા વોટરો સોશિયલ મિડિયાથી પ્રભાવિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1