Aapnu Gujarat
રમતગમત

મેરી ક્રિસમસ કહેતા ફરી ટ્રોલ થયો મોહંમદ કૈફ

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહંમદ કૈફ ફરી એક વખત સોશિયલ મીડિયા પર ટ્રોલ કરાયો છે. આ વખતે કૈફની ક્રિસમસ અંગેની પોસ્ટ બાબતે તે પ્રશંસકોના ગુસ્સાનો શિકાર બન્યો છે.
મોહંમદ કૈફે સોશિયલ મીડિયા પર ક્રિસમસના તહેવાર નિમિત્તે ક્રિસમસ ટ્રી સાથે પોતાના પરિવારનો ફોટો મૂક્યો હતો અને બધાને ક્રિસમસની શુભેચ્છાનો સંદેશો પાઠવ્યો હતો.કૈફના આ ફોટો અને મેસેજને જોયા બાદ કેટલાક પ્રશંસકોએ અને તેમાં પણ ખાસ કરીને મુસ્લિમ પ્રશંસકોએ તેની ટીકા કરી હતી.
એક પ્રશંસકે કૈફને રિપ્લાય આપતા લખ્યું હતું કે બિનસાપ્રદાયિક દેશ…બિનસાપ્રદાયિક લોકો…પરંતુ આવું કઇક કરતાં પહેલાં તમારા ધર્મ અંગે વિચારો.જ્યારે બીજા એક ટિ્‌વટર યૂઝર્સે લખ્યું હતું કે ભાઇજાન, મને આ પોસ્ટ બિલકુલ પસંદ આવી નથી. નવું વર્ષ હતું તો ઠીક હતું પરંતુ આ તહેવાર મુસલમાનોનો નથી. મને આવી પોસ્ટથી નફરત છે અને તમે ઝડપથી તેને હટાવી લો તથા અલ્લાહ પાસે માફી માગો.મોહંમદ કૈફે આ ટિ્‌વટનો જવાબ આપતા લખ્યું હતું કે ધર્મના ઠેકેદારોને પૂછો કે શ્વાસ લેવો હરામ છે કે નહી.જોકે, મોહંમદ કૈફ સાથે આવું પહેલી વખત નથી થયું કે પ્રશંસકોએ ટિ્‌વટર પર તેને ટ્રોલ કર્યો હોય. આ પહેલાં પણ સૂર્યનમસ્કાર અને ચેસ રમવાના મુદ્દે તે ટ્રોલ થઇ ચૂક્યો છે.

Related posts

धोनी और रोहित के चलते कप्तानी में कामयाब हैं विराट : गंभीर

aapnugujarat

सिनसिनाटी ओपन : जोकोविच ने सेमीफाइनल में बनाई जगह

aapnugujarat

अफ्रीका कप ऑफ नेशन्स : अल्जीरिया ने 29 साल बाद जीता खिताब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1