Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશમાં રેલવે સ્ટેશનોના યોગ્ય ઉપયોગ પર પૂર્ણ ધ્યાન અપાશે

ભારતીય રેલવેને વધુ સંપત્તિ સાથે સજ્જ કરવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. રેલવેની સંપત્તિના વધુ અસરકારક ઉપયોગના મામલે ધ્યાન આપવામાં આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. બજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે. સાથે સાથે લોકોની તકલીફો દૂર કરાશે. મધ્યમ અવધિમાં રેલવે ફાઇનાન્સને સુધારવાના પાસા ઉપર પણ ધ્યાન અપાશે. થોડાક સમય પહેલા એસબીઆઈને કેટલીક વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. રેલવેના ઓપરેશનમાં વધારે ખાનગી સેક્ટરને પ્રોત્સાહન આપવાની દિશામાં વિચારણા ચાલી રહી છે. રેલવે ટ્રેક ઉપર ખાનગી ટ્રેન દોડાવવા અને તેના પોતાના ઓપરેશનને ઘટાડવા પણ ઇચ્છુક છે. રેલવે સ્ટેશનોને યોગ્ય ઉપયોગને પણ ધ્યાનમાં લેવામાં આવશે. રેલવે જમીન, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક, બેટા, એડવર્ટાઇઝિંગ, તેના યુનિટોને વધુ સરળ કરવાની બાબતોનો સમાવેશ થાય છે. આગામી પાંચ વર્ષની અંદર રેલવેના ચહેરાને બદલી નાંખવા માટે વિશેષ રણનીતિ ઘડી કાઢવામાં આવી છે.
રેલવે દ્વારા જે સૌથી મોટી તકલીફનો સામનો કરવામાં આવી રહ્યો છે તે ૩૨૦૦૦ કરોડના પગાર બિલમાં વધારાનો સમાવેશ થાય છે. સાતમાં વેતન પંચના અહેવાલને અમલી બનાવી દેવામાં આવ્યા બાદ રેલવે ઉપર બિનજરૂરી બોજ પડશે.  રેલવેનુ કહેવું છે કે, જ્યારે પ્રોજેક્ટો પૂર્ણ થતાં નથી અને ખર્ચ વધી જાય છે ત્યારે નવી સમસ્યા સર્જાય છે. રેલવે યાત્રીઓને વધુ સુવિધા આપવા માટે વિદેશીની પણ મદદ લેવામાં આવશે. સ્ટેશન ડેવલપમેન્ટ માટે દક્ષિણ કોરિયાની મદદ લેવાશે.

Related posts

સેંસેક્સ ૧૭૪ અને નિફ્ટીમાં ૪૭ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

1 जून तक पूरे देश में लागू होगा ‘एक राष्ट्र, एक राशन कार्ड’

aapnugujarat

ગુનેગારને પકડવા ગયેલા પોલીસ અધિકારીની હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1