Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

તેજી ઉપર બ્રેક : સેન્સેક્સ ૯૯, નિફ્ટીમાં ૪૪ પોઈન્ટનો ઘટાડો : રોકાણકારો ચિંતિત

શેરબજારમાં આજે ફરી એકવાર મંદી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૯૯ પોઇન્ટ ઘટીને ૩૩૯૧૧ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૧ પોઇન્ટ ઘટીને ૧૦૪૯૧ની નીચી સપાટી પર રહ્યો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ઇન્ટ્રાડે દરમિયાન આજે તેજી રહી હતી. જો કે અંત સુધી તમામ તેજી રહી ન હતી. નવેમ્બર મહિનામાં જીએસટી હેઠળ વસુલાતમાં ઘટાડો થયા બાદ વધારાના નાણાં મેળવી લેવાની સરકારે જાહેરાત કર્યા બાદ તેની અસર બજારમાં જોવા મળી હતી. શરૂઆતી કારોબાર દરમિયાન સેંસેક્સ અને નિફ્ટી બન્ને રેકોર્ડ ઉંચી સપાટી પર રહ્યા હતા. આંકડા દર્શાવે છે કે નવેમ્બર મહિનામાં જીએસટી હેઠળ વસુલાતનો આંકડો ૨૫મી ડિસેમ્બર સુધી ૮૦૮૦૮ કરોડનો રહ્યો છે. કેન્દ્ર સરકારના બજેટ પહેલા નવા આંકડા જારી કરવામાં આવ્યા છે. સરકારના સુધારા એજન્ડાને આગળ વધારી દેવામાં હવે મદદ મળનાર છે તેવી આશા બાદ રોકાણકારો આશાસ્પદ દેખાઇ રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં વડાપ્રધાનના આર્થિક સલાહકાર પેનલના સભ્યો રાથીન રોયે આશા વ્યક્ત કરી હતી કે, આગામી બજેટ એકદમ લોકપ્રિય રહેશે નહીં તેમાં કૃષિ અને જુદા જુદા ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સરકાર પહેલી ફેબ્રુઆરીના દિવસે ઉલ્લેખનીય બજેટ રજૂ કરી શકે છે. સંસદનું શિયાળુ સત્ર હાલ ચાલી રહ્યું છે.શિયાળુસત્ર પાંચમી જાન્યુઆરીના દિવસે પૂર્ણ થનાર છે. બીજી બાજુ માઇક્રો ઇકોનોમિક પરિબળોની અસર પણ જોવા મળનાર છે. શુક્રવારના દિવસે નવેમ્બર મહિના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા જારી કરવામાં આવનાર છે.નવેસરથી કોઇ સંકેત ન મળતા રોકાણકારો વધારે રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી. ગઇકાલે સેંસેક્સે ૩૪૦૦૦ની સપાટી કુદાવી લીધી હતી. મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૭૦ પોઇન્ટ ઉછળીને ૩૪૦૧૦ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૮ પોઇન્ટ ઉછળીને ૧૦૫૩૧ની ઉંચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં તમામ નુકસાન રિકવર થયા બાદ અંતે તેજી રહેતા કારોબારીઓ ખુશ દેખાયા હતા. નિફ્ટી અને સેંસેક્સ બન્નેએ તેમની જાદુઇ સપાટી ક્રમશ ૧૦૫૦૦ અને ૩૪૦૦૦ની સપાટીને કુદાવી હતી. કેન્દ્ર સરકારની બજેટ પહેલા ફિસ્કલ ચિંતા યથાવતરીતે જોવા મળી રહી છે.

Related posts

બિલ ગેટ્‌સ બની શકે છે વિશ્વના પ્રથમ ખરબપતિ

aapnugujarat

કસ્ટમર્સ ડેટા મામલે સુપ્રીમ કોર્ટે ફેસબુક-વોટ્‌સએપ પાસે માંગ્યું એફિડેવિટ

aapnugujarat

पूर्व पीएम वाजपेयी की पुण्यतिथि : राष्ट्रपति, पीएम समेत कई नेताओ ने दी श्रद्धांजलि

aapnugujarat

Leave a Comment

UA-96247877-1