Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

કસ્ટમર્સ ડેટા મામલે સુપ્રીમ કોર્ટે ફેસબુક-વોટ્‌સએપ પાસે માંગ્યું એફિડેવિટ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફેસબુક અને વોટ્‌સએપ અમને એવું આશ્વાસન આપે છે કે તેઓ કસ્ટમર્સનો ડેટા થર્ડ પાર્ટી સાથે શેર નહીં કરે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ એફિડેવિટ ૪ અઠવાડિયાઓની અંદર ફાઇલ કરવાનું રહેશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને બુધવારે કહ્યું કે ડેટા પ્રોટેક્શન માટે કમિટી બનાવવામાં આવી છે, જેના હેડ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ બીએમ શ્રીકૃષ્ણા છે. કેન્દ્રના જણાવ્યા પ્રમાણે, “કમિટી આ મુદ્દે પોતાનો રિપોર્ટ આપશે. સંભવ છે કે આ રિપોર્ટ પછી ડેટા પ્રોટેક્શન માટે કાયદો બનાવવામાં આવે.”રાઇટ ટુ પ્રાઇવસી પર ફેંસલો સંભળાવવા દરમિયાન સુપ્રીમ કોર્ટે ડેટા પ્રોટેક્શનને લઇને પણ ચિંતા જાહેર કરી હતી. કોર્ટે સરકારને જવાબદારી સોંપી હતી કે આ માટે મજબૂત વ્યવસ્થા બનાવવાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રાઇવસીને ફક્ત સરકારી જ નહીં પરંતુ, ખાનગી કંપનીઓથી પણ ખતરો પેદા થઇ શકે છે.નવ જજોની બંધારણીય બેંચમાં સામેલ જસ્ટિસ કૌલે કહ્યું, “ફક્ત સક્રિય ઇન્ફોર્મેશન શેરિંગ દ્વારા જ ડેટા ભેગો કરવામાં નથી આવી રહ્યો, પરંતુ નિષ્ક્રિય રીતે પણ વર્લ્ડ વાઇડ વેબ પર એક ક્લિક દ્વારા લોકો ડેટા જનરેટ કરી રહ્યા છે. જેનો ઉપયોગ પ્રાઇવેટ પાર્ટીઓ તેમના મુવ્ઝ, ચોઇસીસ અને પ્રેફરન્સીસ પર નજર રાખવા માટે કરી શકે છે.”સુપ્રીમ કોર્ટે કહ્યું, “અમે સરકારને એ જવાબદારી સોંપીએ છીએ કે ડેટા પ્રોટેક્શનની તપાસ કરવામાં આવે અને એક મજબૂત વ્યવસ્થા બનાવવામાં આવે. આ દરમિયાન વ્યક્તિગત હિતો અને સરકારની યોગ્ય ચિંતાઓની વચ્ચે સાવધાની વર્તવા અને બેલેન્સ બનાવવાની જરૂર છે.સરકારની યોગ્ય ચિંતાઓમાં ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય સુરક્ષા, ક્રાઇમ રોકવા અને તપાસ કરવા, ઇનોવેશનને પ્રોત્સાહન આપવું અને જ્ઞાનનો વિસ્તાર કરવો, સામાજિક કલ્યાણને વિખેરાતું બચાવવું જેવા મુદ્દાઓ છે. આ પોલિસીના મુદ્દાઓ છે, જેમનો ડેટા પ્રોટેક્શનની વ્યવસ્થા ડિઝાઇન કરતી વખતે સરકારે સાવધાનીથી ખ્યાલ રાખવાનો છે.”કેન્દ્ર સરકારે સ્માર્ટ ફોન બનાવતી ૨૧ કંપનીઓને નોટિસ મોકલીને પૂછ્યું હતું કે તેમના મોબાઇલ ફોનમાં જેટા કેટલો સુરક્ષિત છે. સરકારે છ મહિનાની તપાસ પછી આ પગલું ઉઠાવ્યું હતું.

Related posts

SBI के प्रबंध निदेशक दिनेश कुमार खारा का कार्यकाल दो साल बढ़ा

aapnugujarat

સુબ્રમણ્યમ સ્વામીએ એનપીએ મુદ્દે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર નિશાન સાધ્યું

aapnugujarat

इसरो का प्लान : ३ दिन में तैयार हो जाएगा रॉकेट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1