Aapnu Gujarat
મનોરંજન

રજનીકાંતની ટૂંક સમયમાં રાજકારણમાં આવવાની જાહેરાત

અભિનેતા કમલ હાસન બાદ સુપરસ્ટાર રજનીકાંતને લઇ સતત એ અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે શું તેઓ ટૂંક સમયમાં જ રાજકારણમાં આવવાની જાહેરાત કરી શકે છે. જો કે આ તસવીર કેટલીક હદ સુધી સ્પષ્ટ થઇ ચૂકી છે, કારણ કે રજનીકાંડ એ મંગળવારના રોજ કહ્યું કે ૩૧ ડિસેમ્બરના રોજ આ અંગે પોતાના નિર્ણયની જાહેરાત કરી દેશે.સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નાઇમાં આવેલ શ્રી રાઘવેન્દ્ર કલ્યાણ મંડપમમાં પોતાના પ્રશંસકોની મુલાકાત કરી. આ દરમ્યાન તેમણે રાજકારણ પર પણ લોકો સાથે વાતચીત કરી.રજનીકાંતે કહ્યું કે મારા રાજકારણમાં આવવાને લઇ કેટલીય અટકળો ચાલી રહી છે. હું મારો નિર્ણય ૩૧મી ડિસેમ્બરના રોજ જણાવીશ. હું રાજકારણમાં નવો નથી. મને ખબર છે કે રાજકારણમાં આવ્યા બાદ નુકસાન શું છે, તેના લીધે હું અનિચ્છુક છું. આપણે રાજકારણમાં આવવા માટે વિવેક અને સ્ટ્રેટેજી બંનેની જરૂર હોય છે.
જો તમે યુદ્ધ દરમ્યાન મેદાનમાં પગ મૂકો તો તમારે જીતવું જ પડશે. યુદ્ધ મતલબ ચૂંટણી. હું આજે પણ આભારી છું, જ્યારે જયલલિતા મને મારા ઘરમાં મળ્યા હતા. મેં મારા પ્રશંસકોને મળવા માટે પહેલેથી જ તૈયારી કરી હતી. ‘કાલા’ ફિલ્મ અને વરસાદના લધે પ્રશંસકો સાથે મુલાકાત થઇ શકી નહોતી.
એક ચર્ચા છે કે બહારના હોવાથી રજનીકાંત જાતિ આધારિત રાજકારણ કરશે નહીં. ડીએમકે મજબૂ વિરોધી નથી તેના લીધે સત્તા પ્રાપ્ત કરવાની ફિરાકમાં છે. રજનીકાંત રાજકારણમાં આવે તો માહોલ બદલાય જશે.રજનીકાંતના નજીકના સૂત્રોએ કહ્યું કે રજનીકાંત અલગ પાર્ટી બનાવશે અને ભાજપા સહિત બીજી કોઇ પાર્ટીમાં સામેલ થશે નહીં.
તેમણે કહ્યું કે જો ભાજપ લોકસભા ચૂંટણી પહેલાં રજનીને સભ્ય કે સહયોગીના રૂપમાં પોતાના પલ્લામાં લેવા માંગે છે તો પણ પોતાની ઉર્જા આગામી વિધાનસભા ચૂંટણી માટે બચાવીને રાખવી જોઇએ. ભાજપ ઇચ્છે છે કે આગામી વિધાનસભા ચૂંટણી સ્ટાલિન વર્સીસ રજનીકાંત થાય.તેમણે એમ પણ કહ્યું કે આધ્યાત્મિક હોવાના નાતે રજનીકાંત વામપંથી હોઇ શકે નહીં. તેઓ કટ્ટરપંથી કે દક્ષિણપંથી પણ હોઇ શકે નહીં. તેઓ નરમવાદી હશે. જે સમાજના દરેક તબક્કાના લોકોને આકર્ષિત કરી શકશે.

Related posts

कियारा मेरी एक प्यारी दोस्त : सिद्धार्थ मल्होत्रा

aapnugujarat

કર્ણાટકમાં સની લિયોનની ફિલ્મને લઇ વિરોધ

aapnugujarat

પ્રભાસની ફિલ્મ ‘બાહુબલી’ ને થયા 5 વર્ષ પૂર્ણ

editor

Leave a Comment

UA-96247877-1