Aapnu Gujarat
ગુજરાત

વડોદરા : અજાણ્યા વાહનની ટક્કરે કાર ડિવાઈડરમાં ભટકાઈ, દંપતિનું મોત

ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે આવી ગયેલી સ્વિફ્ટ કાર ડીવાઇડર સાથે ભટકાતા કારમાં સવાર વડોદરાના દંપતિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. દંપતિ તેમના વતન નસવાડી તાલુકાના મોગલા ગામથી પરત વડોદરા આવી રહ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળેલી માહિતી પ્રમાણે શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા ૨૩, દાદુ નગર સોસાયટીમાં રહેતા અને ઓ.એન.જી.સી.માં નોકરી કરતા ચંદુભાઇ ધનાભાઇ રોહિત (ઉં.વ.૫૭) અને પત્ની રમાબહેન (ઉં.વ.૫૫) સાથે તેમના વતન નસવાડી તાલુકાના મોગલા ગામ પોતાની કાર લઇને ગયા હતા. આજે બપોરે રોહિત દંપતિ કારમાં વડોદરા પરત ફરી રહ્યું હતું. દરમિયાન ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસેથી પસાર થતાં અજાણ્યા વાહને સ્વિફ્ટ કારને જોરદાર ટક્કર મારી હતી. કારને ટક્કર વાગતા તાંજ કાર રોડ વચ્ચેના ડિવાઇડરમાં ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અકસ્માત સર્જાતાની સાથે કચ્ચરઘાણ વળી ગયેલી કારમાં ફસાઇ ગયેલા દંપતિને લોકોએ બહાર કાઢ્યું હતું. જોકે ગંભીર ઈજા પામેલા દંપતિનું સ્થળ પર જ મોત નિપડ્યું હતું.

Related posts

गुजरात विधानसभा चुनाव : शिया-सुफी नेता बीजेपी के लिए रैलियां करेंगे

aapnugujarat

મેઘા પાટકરે હંમેશા જ ખેડૂત વિરોધી કૃત્યો કર્યા : વાઘાણી

aapnugujarat

શહેરા તાલુકાના લાભી ગામે કાચા રસ્તાથી ગ્રામજનોને હાલાકી

editor

Leave a Comment

UA-96247877-1