Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગંગાથી પ્રકટ થયું ભગવાન શિવનું અષ્ટધાતુનું અદ્ભુત શિવલિંગ, ભક્તોની ઉમટી ભીડ

ઉત્તર પ્રદેશનાં કાનપુર જિલ્લામાં નમામિ ગંગે અભિયાન અંતર્ગત ગંગા નદીની સફાઇ દરમિયાન એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યુ. અહિં કોયલા ઘાટ સ્થિત સફાઇકામ દરમિયાન ખોદકામ કરતા સમયે પ્રાચીન અષ્ટધાતુનું શિવલિંગ મળી આવ્યું છે. આ મામલામાં લોકોને જાણકારી મળતા જ શિવલિંગને જોવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. પુરાતત્વ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની જાણકારી એકત્રીત કરાવાનું શરૂ કરી દીધુ છે અને જાણવાનો પ્રયતન કર્યો છે કે, આખરે આ શિવલિંગ કેટલુ જૂનુ છે.પ્રાપ્ત જાણકરી અનુસાર, સફાઇ અભિયાન અંતર્ગત સોમવારનાં રોજ મોડી રાત્રે કોયલા ઘાટમાં કર્મચારી જેસીબીથી ગંગા નદીમાં ખોદકામ કરી રહ્યા હતાં.
દરમિયાન જેસીબી મશીન અંદર ધસવા લાગ્યું અને ૨૦ થી ૨૫ ફૂટ અંદરથી ખટ-ખટનો અવાજ આવવા લાગ્યો. અવાજ આવતાની સાથે સ્થળ પર હાજર અધિકારી પહેલા મશીન અંદર ઘસાતા ડરી ગયા હતા, જોકે, બાદમાં તેઓ ખજાનો કે અન્ય વસ્તુની શંકાએ ખોદકામ શરૂ કર્યુ હતું. થોડીક જ ક્ષણો બાદ મશીનની સાથે એક શિવલિંગ જોવા મળ્યું. આ શિવલિંગમાં ભગવાન શિવની આકૃતિ બનેલ હતી.સ્થળ પર હાજર અધિકારી પણ શિવલિંગ જોઇને દંગ રહી ગયા હતાં. આ શિવલિંગનું વજન ખુબ જ હતું, જેને ઉઠાવવામાં પાંચ લોકોની મદદ લેવામાં આવી હતી. આ શિવલિંગ પર ભગવાન શિવનું સ્વરૂપ બનેલ છે. પ્રત્યક્ષદર્શી રાજેન્દ્ર કુમાર રાજે જણાવ્યું કે, શિવલિંગને જોઇ એવું લાગી રહ્યું છે કે જાણે આ સાક્ષાત ભગવાન શિવનો જ ચહેરો છે. ત્યાં જ સ્થાનિક પરમટ મંદિરનાં મહંત અજયપુરીનું કહેવું છે કે, પ્રથમ વખત ભગવાન શિવનું શિવલિંગ ગંગાની નીચેથી નીકળવું કોઇ ચમત્કારથી ઓછૂ નથી.

Related posts

रजनीकांत जनवरी 2021 में अपनी राजनीतिक पार्टी बनाएंगे

editor

અમિત શાહ, ધંક્ય, જયપુર (રાજસ્થાન) દિનદયાળ સ્મારક પ્રકાશિત કરે છે…

aapnugujarat

હથિયારોની અછત, રાફેલ વિમાનોથી મળશે મજબૂતી : વાયુસેના ચીફ ધનોઆ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1