Aapnu Gujarat
મનોરંજન

હુમા કુરેશી પોતાની અલગ ઓળખ ઉભી કરવા સફળ

ગૈગ્સ ઓફ વાસેપુર મારફતે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત કરનાર સેક્સી હુમા કુરેશી હવે બોલિવુડમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી ચુકી છે.ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા સ્ટાર પૈકી એક એવા રજનિકાંતની ફિલ્મ મળતા તે ભારે ખુશ છે. તેની રજનિકાંત સાથેની ફિલ્મ વર્ષ ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં નાના પાટેકરની પણ ભૂમિકા છે. ધનુષ દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. હુમાની તમામ ફિલ્મોમાં ભૂમિકાની ફિલ્મી ચાહકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ફેંમિના મેગેજીનમાં કવર પર ચમકેલી હુમા કુરેશીને હવે મોટી ફિલ્મ હાથ લાગી છે. મળેલી માહિતી મુજબ હુમા કુરેશીએ તેની કેરિયરની શરૂઆત ગૈંગ્સ ઓફ વાસેપુર મારફતે કરી હતી. આ ફિલ્મને લઇને તમામ લોકો આશાસ્પદ દેખાઇ રહ્યા છે. જુદા જુદા લોકો સાથે તેના સંબંધોની ચર્ચા શરૂઆતથી રહી છે. હાલમાં સલમાન ખાનના નાના ભાઇ અને ફિલ્મ નિર્માતા સોહેલ ખાન સાથે હુમા કુરેશીના સંબંધોને લઇને નવી ચર્ચા શરૂ થઇ હતી. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ચર્ચાઓ પર હુમા કુરેશીએ હવે પૂર્ણ વિરામ મુકીને કહ્યુ છે કે તેના સોહિલ સાથે કોઇ સંબંધ નથી. હુમાએ માહિતી આપતા કહ્યુ છે કે તેની સોહેલ સાથે સારી મિત્રતા છે પરંતુ કોઇ સંબંધ નથી. સોહિલ પર વારંવાર પ્રેમમાં હોવાના આક્ષેપ થતા રહ્યા છે. હુમા અને સોહિલ હાલમાં સેલિબ્રિટી ક્રિકેટ લીગ દરમિયાન એક સાથે નજરે પડ્યા હતા. સીસીએલની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હુમલા કુરેશી રહી છે. સલમાનની પાર્ટીમાં પણ તે હાજર રહી હતી.

Related posts

गरम मसाला २ में अक्षय के साथ काम करना चाहते जॉन

aapnugujarat

मैं चाहती हूं दुनिया से गहरा नाता : तब्बू

aapnugujarat

टाइगर और श्रद्धा के साथ दिखेंगी दिशा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1