Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જાકીરની ધરપકડ કરવા એનઆઇએ માંગ કરશે : જાકીર નાઇક હાલમાં મલેશિયામાં હોવાના હેવાલ

રાષ્ટ્રીય તપાસ સંસ્થા(એનઆઇએ) વિવાદાસ્પદ ઇસ્લામિક ઉપદેશક જાકીર નાઇકની તરત ધરપકડ કરવા માટેની અપીલ કરનાર છે. એમ માનવામાં આવે છે કે નાઇક હાલમાં મલેશિયામાં છે. એનઆઇએની ટીમ મંગળવારના દિવસે ઇન્ટરપોલ સમક્ષ નાઇકની સામે નવેસરથી રેડ કોર્નર નોટીસ જારી કરવા માટે અપીલ કરનાર છે. તરત ધરપકડ માટેની અપીલ કરવામાં આવ્યા બાદ મલેશિયાને ભારતની સાથે થયેલી સમજુતી મુજબ નાઇક ક્યાં છે તે અંગે માહિતી આપવી પડશે. અત્રે નોંધનીય છે કે આ મહિનામાં જ ઇન્ટરપોલે એનઆઇએની રેડ કોર્નર નોટીસ જારી કરવાની અપીલને ફગાવી દીધી હતી. અલબત્ત એનઆઇએ દ્વારા ઓક્ટોબર મહિનામાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. હવે એનાઇએ ચાર્જશીટની સાથે રેડ કોર્નર નોટીસ જારી કરવા માટે નવેસરથી અપીલ કરનાર છે. નાઇક પર છેલ્લા કેટલાક સમયથી સકંજો વધુને વધુ મજબુત કરવામાં આવી રહ્યો છે. નાઇક પર ગેરકાયદે ગતિવિધી પ્રતિબંધ ધારા હેઠળ આરોપો મુકવામાં આવ્યા છે. ટેલિવીઝન ઉપદેશકના સંબંધમાં કેટલીક વિગતો સપાટી પર આવી છે.નાઇક હાલમાં મલેશિયામાં હોવાની વિગત સપાટી પર આવી છે. સુત્રોની પાસેથી પ્રાપ્ત હેવાલ મુજબ મલેશિયાને જાકીર નાઇકની તરત ધરપકડ માટે ભારત તરફથી અનુરોધ મળે તે જરૂરી છે. એકવખતે ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમના પ્રત્યાર્પણ માટે અપીલ ૬૦ દિવસની અદર કરવાની જરૂર હોય છે.
એજન્સી તેમની તરત ધરપકડ કરવાની માંગ એટલા માટે કરી રહી છે કે તેમની અંગે કેટલીક ચોંકાવનારી વિગત સતત મળતી રહી છે. તે મલેશિયાની બહાર સતત અવરજવર કરતા રહે છે. એનઆઇએની તપાસ ટીમે તેમની સંસ્થા પર પણ તપાસ ચલાવીને કેટલીક કાર્યવાહી કરી છે. તેમની સંસ્થા પર પ્રતિબંધ પણ મુકી દેવામાં આવ્યો છે. એનઆઇએ આક્રમક મુડમાં હાલમાં દેખાઇ રહી છે.

Related posts

સિંધુ બોર્ડર પર એક તરફનો રસ્તો ખેડૂતો ખાલી કરે : સુપ્રિમ કોર્ટ

editor

इसरो का प्लान : ३ दिन में तैयार हो जाएगा रॉकेट

aapnugujarat

લાલુ યાદવને એમ્સમાં લઇ જવા માટે સક્રિય વિચારણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1