Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ દ્વારા નળકાંઠાના ૧૧ ગામમાં સંપર્ક અભિયાન હાથ ધરાયુ

અમદાવાદ અને સુરેન્દ્રનગર જીલ્લાની હદમાં આવેલા નળકાંઠાના ગામોમાં લોકો કેવી રીતે જીવન વ્યતિત કરે છે અને તેઓને શુ મુશ્કેલીઓ પડે છે તેનો પ્રત્યક્ષ અનુભવ કરવા માટે ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં અમદાવાદ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જીલ્લાના ભાઇ બહેનો પરીવાર સાથે કમીજલામાં આવેલ ભાણ સાહેબની જગ્યા પર એકત્રિત થયા હતા અને ત્યાંથી નળકાંઠાના વિવિધ ૧૧ ગામમાં સંપર્ક અર્થે ગયા હતા. તેઓએ નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે સંવાદ કરીને ગ્રામ્ય સંસ્કૃતિ વિશે માહીતી મેળવી હતી અને નળકાંઠા વિસ્તારમાં રચનાત્મક કાર્યો કરવા માટે સંકલ્પ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા સમાજમાં સેવાકિય, શૈક્ષણીક, રોજગારલક્ષી તેમજ વિવિધ ક્ષેત્રે જાગૃતિનું તથા રચનાત્મક કાર્ય કરવામાં આવે છે.

ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગરના પ્રમુખ મનહરસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ કે, ભાણ સાહેબના સમાધી સ્થાન કમિજલા ખાતે પુજ્ય જાનકીદાસ બાપુના આશિર્વચન સાથે દિનાંક ૨૩, ૨૪ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ નળકાંઠા વિસ્તારના ૧૧ ગામમાં ઘરે ઘરે જઇને લોકો સાથે સંપર્ક, સંવાદ કરીને સ્ટીકર ચોટાડવામાં આવ્યા હતા. આ કાર્યમાં અમદાવાદ ગ્રામ્ય જીલ્લો અને સુરેન્દ્રનગર જીલ્લાના ભાઇઓ તથા બહેનો પરિવાર સાથે જોડાયા હતા. પરીવાર સાથે નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં જઇને રચનાત્મક કાર્યો કરવા માટે સંકલ્પબધ્ધ થયા હતા. ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગર અને ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કમિજલા ગામના વિદ્યાર્થીઓમાં વ્યસનની ગંભીરતા અંગે જાગૃતિ લાવવા માટે વ્યસન મુક્તિ પર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યુ હતુ.

રિપોર્ટર :- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

Related posts

ઇડર તાલુકામાં બાળ લગ્ન નાબુદ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે રાશન કીટ અર્પણ

editor

સ્ટેચ્યૂ ઓફ યુનિટી : ત્રણ દિવસમાં ૫૦ લાખની આવક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1