Aapnu Gujarat
ગુજરાત

ઇડર તાલુકામાં બાળ લગ્ન નાબુદ કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલ શ્રીમતી જે પી પટેલ હાઇસ્કૂલ કાવા ગામ ખાતે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે બાળ લગ્ન નાબુદી અંગે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
કાવા ગ્રામ પંચાયતના સરપંચ પટેલ અમિત શ્રીમતી જે પી પટેલ હાઇસ્કૂલના આચાર્ય પી.એમ.પટેલ કાવા પ્રાથમિક શાળાના આચાર્ય એસ. કે. પરમાર પૂર્વ સરપંચ પી.ડી. રાઠોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેશોતરના ડો હિતેશ પટેલ, જશવંતસિંહ તથા સમાજના જુદી-જુદી જ્ઞાતિના આગેવાનો તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એચ પટેલ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ. એસ. પાંડોર તેમજ અધિકારી અને કર્મચારી ગણ ચાઈલ્ડ લાઈન સાબરકાંઠા જિલ્લામાંથી બાળ લગ્ન નાબુદ થાય તેવા ઉમદા હેતુથી સમાજના આગેવાનોને વિશેષ કરીને જાગૃત કરવામાં આવ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

વાયબ્રન્ટ સમિટ મુદ્દે પોલીસના ૧૫૦૦ જવાનને તાલીમ

aapnugujarat

विश्वास नगर में चोरी के लिए कटर लेकर न्ञ्जरू के अंदर घुसा चोर

aapnugujarat

પાલનપુરમાં મેડિકલ કોલેજ શરૂ થતાં લોકોને ખુબ ફાયદો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1