Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લાલુ યાદવને એમ્સમાં લઇ જવા માટે સક્રિય વિચારણા

છેલ્લાં કેટલાંક દિવસથી બિમાર ચાલી રહેલા આરજેડીના નેતા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવને હવે એમ્સમાં ખસેડી લેવાની તૈયારી ચાલી રહી છે. તેમની તબિયતમાં હવે નોંધપાત્ર સુધારો થઇ ચુક્યો છે. હાલમાં લાલુ યાદવ રાંચી ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ રિમ્સમાં દાખલ છે. ઘાસચારા કોંભાડના ચોથા મામલે તેમને કઠોર સજા કરવામાં આવી ચુકી છે. સીબીઆઇની ખાસ અદાલતે તેમને સાત સાત વર્ષની જેલની સજા કરી છે. આ ઉપરાંત તેમના પર ૬૦ લાખ રૂપિયાનો દંડ પણ લાગુ કરવામાં આવ્યો છે. લાલુની તબિયત અંગે માહિતી આપતા રિમ્સના તબીબ આરકે શ્રીવાસ્તવે કહ્યુ છે કે તેમની તબિયતમાં ઉલ્લેખનીય સુધારો થઇરહ્યો છે. હાલમાં તેમને કોઇ પણ પ્રકારની સર્જિકલ પરેશાની થઇ રહી નથી. તેમની જુની આરોગ્યને લગતી તકલીફ પર ચકાસણી પણ કરવામાં આવી રહી છે. ભાજપના નેતા શત્રુઘ્ન સિંહા લાલુ યાદવને મળવા માટે જેલમાં પહોંચ્યા હતા. ત્યારબાદ આ ફોટો પણ ટ્‌વીટ કર્યો હતો. ઝારખંડના રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા લાલુ યાદવને મળવા માટે શત્રુ પહોંચ્યા બાદ કેટલાક રાજકીય નેતા અટકળો કરી રહ્યા છે. જો કે શત્રુએ કહ્યુ છે કે આજુના પારિવારિક મિત્રો અને એક જેવી વિચારધારા ધરાવતા સમાજના લોકોના મિલનની બાબત છે. અત્રે નોંધનીય છે કે સમગ્ર દેશને હચમચાવી મુકનાર અને રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જનાર ઘાસચારા કોંભાડના ચોથા કેસમાં પણ આરજેડીના નેતા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવને ૨૪મી માર્ચના દિવસે સીબીઆઇની ખાસ અદાલતે સાત-સાત વર્ષની સજા ફટકારી હતી. સાથે સાથે ૬૦ લાખ રૂપિયાનો જંગી દંડ પણ ફટકારતા કોર્ટ રૂમમાં સોપો પડી ગયો હતો.ડુમકા તિજોરીમાંથી ગેરકાયદે જંગી નાણાંની ઉચાપત સાથે સંબંધિત આ મામલો રહેલો છે. સીબીઆઇની ખાસ અદાલતે ગયા સોમવારના દિવસે ઝારખંડની રાંચી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા રાષ્ટ્રીય જનતા દળના વડા લાલૂ યાદવને અપરાધી ઠેરવવામાં આવ્યા હતા. ડુમકા તિજોરીથી ગેરકાયદે નાણાની ઉચાપતના કેસમાં રાંચીની ખાસ સીબીઆઈ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.લાલુ યાદવ હાલમાં કાયદાકીય રીતે મુશ્કેલીમાં છે.

Related posts

दिल्ली-NCR में गर्मी का पारा 45 पर पंहुचा और प्रयागराज में 48 के पार

aapnugujarat

यूपी पुलिस मुसलमानों को नमाज पढ़ने से रोकती है : असदुद्दीन औवेसी

aapnugujarat

1984 के सिख विरोधी दंगे से संबंधित मामलों में सज्जन कुमार की सजा निलंबित करने की याचिका पर अगले साल मई में होगा विचार : SC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1