Aapnu Gujarat
રમતગમત

વિન્ડિઝ પર પ્રથમ વનડેમાં ન્યુઝીલેન્ડની ૫ વિકેટે જીત

વેસ્ટઇન્ડિઝ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચ ખુબ રોમાંચક બની હતી. જો કે, ઘરઆંગણે ન્યુઝીલેન્ડે આ મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી. ૨૪ બોલ ફેંકવાના હતા ત્યારે ન્યુઝીલેન્ડે આ મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટઇન્ડિઝની ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૪૮ રન બનાવ્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડે ૪૬ ઓવરમાં પાંચ વિકેટે ૨૪૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ટોપ ઓર્ડરના તમામ બેટ્‌સમેનોએ ઉપયોગી બેટિંગ કરી હતી જેમાં વર્કરે ૫૭, મુનરોએ ૪૯, વિલિયમસને ૩૮, ટેલરે ૪૯ રન કર્યા હતા. જીતવા માટેના ૨૪૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડે સરળતાથી આ રન બનાવી લીધા હતા. આની સાથે જ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા વિન્ડિઝ તરફથી લુઇસે સૌથી વધુ ૭૬ રન બનાવ્યા હતા. આ ઉપરાંત પોવેલે ૫૯ રન કર્યા હતા. બાકીના તમામ બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી બ્રેસવેલે ૫૫ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. અત્રે નોંધનીય છે કે, ન્યુઝીલેન્ડે હાલમાં જ ટેસ્ટ શ્રેણીમાં પણ વેસ્ટઇન્ડિઝ ઉપર જીત મેળવી હતી. ક્રિસ ગેઇલની વિન્ડિઝ ટીમમાં વાપસી થઇ હોવા છતાં ટીમના ખેલાડીઓમાં કોઇ ઉત્સાહ વધ્યો ન હતો અને ટીમ ૨૪૯ રન જ બનાવી શકી હતી. ક્રિસ ગેઇલ પોતે ૨૨ રન કરીને આઉટ થયો હતો. આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. કોભામ ઓવલ ખાતે આ મેચ રમાઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી ઘરઆંગણે ધરખમ દેખાવ તમામ ખેલાડીઓએ કર્યો હતો. બોલરો અને બેટ્‌સમેનોએ શાનદાર દેખાવ કર્યો હતો. લુઇસે સૌથી વધુ ૭૬ રન બનાવ્યા હતા.

Related posts

ઈંગ્લેન્ડ વન-ડેની જીતને ટેસ્ટમાં પણ જાળવી રાખશે : બૈરીસ્ટો

aapnugujarat

अगले दो टेस्ट के लिए BCCI ने भारतीय टीम का किया ऐलान

editor

પર્થ ટેસ્ટ : ભારતની કારમી હાર થતા કરોડો ક્રિકેટ ચાહકો નિરાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1