Aapnu Gujarat
બ્લોગ

શિયાળામાં ઇન્ફેક્શનના કેસો વધારે જોવા મળે છે

તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિટામીન ડી વાઈરલ ઇન્ફેશનથી રક્ષણ કરવામાં મદદરૂપ બને છે. અભ્યાસ મુજબ વાઇરલ ઇન્ફેક્શનથી બચાવવામાં વિટામીન ડીની ભૂમિકા ચાવીરૂપ રહે છે તે બાબત સાબિત કરવા માટે ઘણા તારણો પણ નક્કર રીતે રજૂ કરવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે શિયાળાની સિઝન અને ગરમીની સિઝનમાં અથવા તો મિશ્ર સિઝનમાં વાયરલ ઇન્ફેક્શનના રોગ ફેલાઈ જાય છે. વિટામીન ડીની ભૂમિકા વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ બને છે. જ્યારે દિવસો નાના હોય છે અને સૂર્યપ્રકાશ પ્રમાણસર નબળો હોય છે ત્યારે વિટામીન ડીનું સ્તર ઘટી જાય છે. આ જ કારણસર લોકો વાયરલ ઇન્ફેક્શના વધુ શિકાર થાય છે. અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું છે કે વિટામીન ડીના ઘટક તત્વો રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જે વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ બને છે. જર્નલ ઓફ લ્યુકો સાઇટ બાયોલોજીમાં જણાવવામાં આવ્યું છે કે વિટામીન ડીને લઈને કરવાાં આવેલા વધુને વધુ સંશોધનમાં જાણવા મળ્યું છે કે માનવીના આરોગ્ય માટે વિટામીન ડી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્પેનમાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યા બાદ સંશોધકો એવા તારણ ઉપર પહોંચ્યા છે કે જ્યારે પરંપરાગત થેરાપી કામ કરતી નથી ત્યારે વિટામીન ડીના ઘટક તત્વો ઉપયોગી સાબિત થઈ શકે છે. વિટામીન ડીના લોહીના સ્તરમાં ફેરફારની પણ સરખામણી કરવામાં આવી છે. મોટીવયના લોકોમાં વિટામીન ડીની અછત વધારે જોવા મળે છે જેથી તેઓ વધુ બિમાર થઈ જાય છે. કોઈપણ સ્કૂલના શિક્ષકને એમ જ કહેતા સાંભળવામાં આવે છે કે શિયાળાની સિઝનમાં અથવા તો મિશ્ર સિઝનમાં વિટામીન ડી વધારે લેવામાં આવે. વિટામીન ડીના ઘટક તત્ત્વો સસ્તા પણ છે અને સામાન્ય રીતે સુરક્ષિત પણ છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

अफगानिस्तान : हमारी उदासीनता

aapnugujarat

વેક્સિન જીવન બચાવી શકે છે પણ સંક્રમણ અટકાવી શકતી નથી

editor

Leave a Comment

UA-96247877-1